જસદણમાં સાઈકલ યાત્રા સાથે ભૂલકાઓનો અનેરો સંદેશો

જસદણ સાયકલ કલબએ હજ્જારો શહેરીજનોને સાયકલ ચલાવતા કર્યા છે રવિવારે તેમનાં છોગામાં એક વધું પીછું ઉમેર્યું હતું દેશમાં વધતા જતાં પેટ્રોલિયમ પેદાશના કૂદકે ભૂસકે વધતા જતાં ભાવોને કારણે સોશ્યલ મીડિયામાં સાયકલ હંકારો એવી અવનવી ટીખળ સર્જાતી રહે છે પણ વાસ્તવિકતા નકારી શકાતી નથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે અનુસંધાને સાયકલ કલબના મેમ્બરો દ્વારા જસદણમાં શહેરના સાત વર્ષથી મોટાં બાળકો માટે એક પાંચ કિલોમીટર સુધી એક સાયકલ દોડનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતાં આ સાયકલ યાત્રા શહેરના આટકોટરોડ પર આવેલ કોટડીયા હોસ્પિટલથી નીકળી જસદણથી પાંચ કિલોમીટર દૂર આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ડુંગરપુર હનુમાનજીની જગ્યાએ પહોંચી ત્યાંથી પ્રસ્થાન જગ્યા પર પહોંચી બાળકોએ ફૂલ મળી દસ કિલોમીટરનું અંતર કાપેલ હતું.