ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરનાર ગુજરાત ATSની ચાર મહિલા કર્મીઓ પર બનશે ફિલ્મ

આગામી ૮ માર્ચે વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. મહિલા દિવસની ઉજવણી પહેલા જ ગુજરાતની મહિલાઓ માટે માટે ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓની બહાદુરીને ફિલ્મી પડદા પર કંડારવામાં આવશે.મહિલાઓ પ્રધાન ફિલ્મ હોય અને તેમાં પણ ગુજરાતી મહિલાના જીવન પર હોય ત્યારે સૌ ગુજરાતીની છાતી ગજ ગજ ફુલે જ ને. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓની બહાદૃુરીને ફિલ્મી પડદા પર કંડારવામાં આવશે.બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોલીસ પર અત્યાર સુધી અઢળક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં મોટાભાગે પુરૂષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ હવે માટે ગર્વ લેવા જેવી વાત છે.

ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓ પર બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવાના છે. ગુજરાતની આ ચારેય મહિલા પોલીસકર્મીઓએ એક ખતરનાક મિશનને પાર પાડી આરોપીને ઝડપી લીધો હતો.ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા પીએસઆઈ સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલે પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. તેમના કામથી પ્રભાવિત થઈ ‘૭૮૬ ફિલ્મના ડાયરેક્ટર આશિષ મોહને તેમના પર મૂવી બનાવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત એટીએસના DIG હિમાંશુ શુક્લા હતા ત્યારે તેમણે આ ચારેય મહિલાકર્મીઓને મહત્વની જવાબદારી આપી હતી. ત્યારે તેમણે આ ચારેય મહિલાઓને મહત્વની જવાબદારી આપી હતી. આ ચારેય મહિલા અધિકારીઓએ એક મહત્વના મિશન હેઠળ કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર મોહને કહૃાુ કે, ગુજરાત એટીએસની આ બહાદૃુર મહિલાઓની પ્રેરણાદાયક કહાનીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવી ખરેખર ગર્વની વાત છે. મહત્વનું છે કે આશિષ મોડન અત્યાર સુધી ખેલાડી ૭૮૬, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો આપી છે.