ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

Subscribe Saurashtra Kranti here

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલેકે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.

Read About Weather here

કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here