ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની સંભાવના, હાર્દિક પટેલ કોંગ્રેસ પ્રમુખની રેસમાં

નારાજ હાર્દિક પટેલને મનાવી લેવા રાહુલ ગાંધી મેદાનમાં
નારાજ હાર્દિક પટેલને મનાવી લેવા રાહુલ ગાંધી મેદાનમાં

પેટાચૂંટણીઓમાં પરાજયની જવાબદારી સ્વિકારી ધાનાણી-ચાવડાએ રાજીનામા આપ્યા

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદૃારી સ્વીકારીને પ્રદૃેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદૃ છોડી શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરુ કરી દૃીધી છે. જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ મોખરે છે. કેમ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એક વાર પાટીદૃાર કાર્ડ ખેલીને ભાજપને પરાસ્ત કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામુ ધરી દૃેતાં ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી પહોંચ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હતું. કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્ર્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. જયારે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળી શકે તે માટે અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર અને હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ ટોપ પર છે.

ગુજરાતમાં કોંગ્રેસની કપરી સ્થિતિ છે. ત્યારે રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહૃાા હતાં. હવે જયારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામુ ધર્યુ છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા જોવાઇ રહી છે.