ગુજરાત એટીએસે મુંબઈથી સુરત વેચવા આવેલું ૨૭ કિલોનું એમડી ડ્રગ્સ પકડ્યુ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યૂરો એક્શન મોડમાં હોય તેવું જણાઈ રહૃાું છે. દરમિયાન આજે પણ એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા લાંચ લેતા એક વર્ગ-૩ના ક્લાર્ક અને તેના લાંચિયા વહિવટદારને ઝડપી પાડ્યો છે. બનાવની વિગત મુજબ પારડી તાલુકા સેવા સદનના કારકૂન કિર્તી ઇશ્ર્વર પટેલે ખાતદેરા પણાનો દાખલો કાઢવા માટે રૂપિયા ૨૦૦૦ની લાંચ માંગી હતી. આ લાંચની માંગણી બદલ એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી.ડેમાં વલસાડ ડાંગ એસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી.

પારડી તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારી કારકુન કીર્તિ કુમાર ઈશ્ર્વર ભાઈ પટેલ તથા વચેટીયો ગીરીશ ભાઈ નગીનભાઈ પરમારે તાલુકા સેવા સદન પારડી ખાતે દૃાર પણા ના દાખલો મેળવવા માટે અરજી કરેલ હોય તે અરજીનાં આધારે દારપણાનો દાખલો લેવા માટે આરોપી કારકૂનનો સંપર્ક કર્યો હતો. કારકૂને વચેટીયાનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ લાંચ માંગી હોવાથી એસીબીનો સંપર્ક કરી વચેટીયાને લાંચ આપી હતી. જેથી એસીબીના છટકામાં આરોપી પકડાઈ ગયા હતાં.

આરોપીએ વહીવટી શાખા,તાલુકા સેવા સદન,પારડી ખાતે લાંચ સ્વિકારી હતી. પ્રતિકાત્મક તસવીર વલસાડ અને ડાંગ એ.સી.બી, એ લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.બન્ને આરોપીઓએે એકબીજાની મેળાપીપણામાં મદદગારી કરી ગુનો કર્યો છે. હાલ બન્નેને ડિટેઈન કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ છટકામાં ટ્રેપીંગ અધિકારી વલસાંડ ડાંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. વસાવા. પોલીસ ઇન્સપેક્ટર કે.આર. સક્સેના, સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક એસીબીએ બી.જે. સરવૈયા સુરત એકમ દ્વારા છટકું પ્લાન કરવામાં આવ્યું હતું.