ગુજરાતમાં મીની લોકડાઉન : 29 શહેરોમાં નાઇટ કફર્યુ સાથે વધારાના નિયંત્રણો

નાઇટ કફર્યુ
નાઇટ કફર્યુ

વેરાવળ, સોમનાથ, પોરબંદર, બોટાદ વગેરે શહેરોનો ઉમેરો કરાયો

5 મે સુધી તમામ મોલ, રેસ્ટોરા, સિનેમા, જીમ, બાગ-બગીચા, સ્પા, હેરસલુન બંધ, શાકભાજી અને ફળફળાદીના વેંચાણ સિવાય તમામ માર્કેટ યાર્ડ પણ બંધ રાખવા આદેશ

કેન્દ્રની ગાઇડલાઇન મુજબ કેબીનેટની તાકિદની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, 8 મહાનગરો સહિત હવે કુલ 29 શહેરોમાં નાઇટ કફર્યુ

ગુજરાતમાં મીની લોકડાઉન જેવા કડક નિયંત્રણો અંતે લાગુ કરવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની તાકિદની બેઠક બાદ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ વધુ કેટલાક શહેરોને નાઇટ કફર્યુમાં આવરી લેવામાં આવ્યા છે. આવશ્યક સેવા અને ચીજ વસ્તુઓ સિવાયની તમામ કામગીરી બંધ રાખવાની રાજય સરકારે જાહેરાત કરી છે. તા.5 મે સુધી નવા નિયંત્રણો અમલમાં રહેશે. 8 મહાનગરો સહિત કુલ 29 શહેરોમાં હવે નાઇટ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. એ ઉપરાંત વધારાના કડક નિયંત્રણો રાજય સરકારે જાહેર કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

રાજય સરકારના આદેશ મુજબ આ તમામ 29 શહેરોમાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરીયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, દુધ અને બેકરીની ચીજો અને ખાદ્યપર્દાથોની દુકાનો ચાલુ રહેશે. મેડિકલ શોપ ચાલુ રહેશે, તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાના અને બાંધકામ સાઇટ ચાલુ રહેશે પણ કોવિડના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. 29 શહેરોમાં તમામ રેસ્ટોરા બંધ રહેશે પણ પાર્સલ લઇ જઇ શકાશે અને ટેકઅવે સેવા ચાલુ રહેશે.

Read About Weather here

ઉપરાંત આ તમામ શહેરોમાં મોલ, શોપીંગ કોમ્પલેસ, ગુજરી બજાર, સીનેમા હોલ, જીમ, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, બાગ-બગીચા, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, ઓડીટોરીયમ અને એમ્યુઝમેન્ટ પ્રવૃતિઓ બંધ રહેશે. રાજયના તમામ મર્કેટ યાર્ડ બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદીનું ત્યાંથી વેંચાણ કરી શકાશે. તમામ ધાર્મીક સ્થળો પર જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, રાજયમાં પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે જ ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 50 વ્યકિત અને અંતિમ વિધિમાં 20 વ્યકિત હાજર રહી શકશે. નવા નિયંત્રણો આવતીકાલ તા.28 એપ્રીલ બુધવારથી તા.5 મે બુધવાર સુધી અમલમાં રહેશે. નવા કેટલાક શહેરો પોરબંદર, વેરાવળ સોમનાથ, બોટાદ, હિંમ્મતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, વિરમગામ, છોટાઉદેપુરમાં પણ રાત્રી કફર્યુ લાગુ કરાયો છે. તમામ સ્થળે રાત્રી કફર્યુનો સમય રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here