ગુજરાતમાં ફરીથી રસીકરણની મોકાણ, લાંબી લાંબી લાઇન

ગુજરાતમાં ફરીથી રસીકરણની મોકાણ, લાંબી લાંબી લાઇન
ગુજરાતમાં ફરીથી રસીકરણની મોકાણ, લાંબી લાંબી લાઇન

રાજયના 50 ટકા રસીકરણ કેન્દ્રો ડોઝના અભાવે બંધ રહયા : રાજકોટમાં 32 સ્થળે રસીકરણ પણ સેંકડો લોકો કતારમાં

ગુજરાતમાં કોરોનાની રસીના પુરતા ડોઝની ઉપલબ્ધી ન હોવાથી આજે પણ રાજયભરમાં રસીકરણની મોકાણ ચાલુ રહી હતી અને રસીકરણ કેન્દ્રો પર લાંબી લાંબી લાઇન જોવા મળી હતી.

રાજયમાં કોઇપણ સ્થળે પુરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ન હોવાથી રસીકરણ કેન્દ્ર પર લોકોને કલાકો સુધી વારામાં રાહ જોવા છતાં નિરાસ થઇને પાછા ફરવું પડી રહયું છે. આજે પણ રાજયમાં 50 ટકા રસી કરણ કેન્દ્રો બંધ હોવાનું જાણવા મળ્યું છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં સવારથી 32 રસીકરણ કેન્દ્રો પર કામગીરી શરૂ થઇ છે. પરંતુ ખુબ જ લાંબી કતારો જોવા મળી રહી છે. સવારથી લોકો લાઇનમાં ઉભા છે. શહેરને રસીના દૈનિક ડોઝ 8 થી 9 હજાર જેટલા જ મળી રહયા છે જે પુરતા થઇ પડે તેમ નથી. વેક્સિનનો ડોઝ વધુ મળે તો જ લાંબી કતારો ઘટશે અને લોકોને સમયસર વેક્સિન મળશે. અત્યારે અપુરતા સ્ટોકને કારણે કતારો ઓછી થવાની શકયતા દેખાતી નથી. રાજય સરકાર મનપા અને કલેકટર તંત્રને જરૂરીયાત મુજબ ડોઝ આપશે તો જ રસી કરણ વેગવાન બની શકશે અને લક્ષ્યાંક પુરા કરી શકાશે. અત્યારે એવી કોઇ શકયતા દેખાતી નથી. સુરતમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. લાંબી લાંબી કતારો લાગી છે પણ બધા લોકોને રસી મળે તેવી શકતા દેખાતી નથી.

Read About Weather here

સત્તાવાર સુત્રોએ જણાવ્યા મુજબ સુરત મહાનગરમાં આજે પણ માત્ર 16 હજાર લોકોને રસી આપી શકાય એટલા જ ડોઝ ઉપલબ્ધ છે. પરીણામે ધણાબધા કેન્દ્રો બંધ કરવા પડયા છે. ખાનગી હોસ્પિટલોમાં રસી કરણ કરવામાં આવે છે. પણ સરકારી રસી કરણ કેન્દ્રો પર ડોઝના અભાવે લોકોને ફરી એ જ હાલાકી અને હાડમારીના અનુભવ થઇ રહયા છે.

ગુજરાતમાં આજે કોરોનાના 38 નવા કેસ નોંધાયા હતા અને 90 દર્દીઓ સ્વચ્છ થયા હતા. રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 637 થઇ ગઇ છે જે આરોગ્ય તંત્ર માટે રાહતરૂપ બાબત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here