ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણથી હાઈકોર્ટ નારાજ

HIGHCOURT-GUJARAT-DIVORCE-CASE
HIGHCOURT-GUJARAT-DIVORCE-CASE

લોકો ન માને તો પણ લોકડાઉન લાદવાની ટકોર, હોસ્પિટલોમાં વધુ સારી વ્યસ્થા તથા ટેસ્ટીંગ વધારવા આદેશ

સુરતમાં ફરી બે માળની કોવીડ હોસ્પિટલ શરૂ કરાઇ, સૌરાષ્ટ્રમાં આજે 123 સહિત ગુજરાતમાં કુલ નવા 675 કેસ

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના ના વધતા જતા સંક્રમણથી હાઈકોર્ટ સખ્ત નારાજ થઇ છે અને લોકો ન માને તો લોકડાઉન જેવા પગલા ફરી લેવાની પણ રાજ્ય સરકારને ટકોર કરી છે.

હાઈકોર્ટે કોરોનાના કેસોમાં ઉછાળો આવતા ચિંતા દર્શાવી છે અને સરકારને વધુ સજાગ બનવા તાકીદ કરી છે. તમામ હોસ્પિટલોમાં કોરોના સારવારની વધુ સારી વ્યવસ્થા ગોઠવવા અને રાજ્યમાં ટેસ્ટીંગનું પ્રમાણ વધારી દેવા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે.

ગુજરાતમાં આજે પણ 675 જેવા નવા કેસો નોંધાયા હતા સૌરાષ્ટ્રમાં પણ નવા 123 કેસો નોંધાયા છે. સૌથી વધુ રાજકોટમાં 79 નવા કેસો નોંધાયા છે. અમદાવાદમાં 123 કેસો નોંધાયા હતા.

સુરતમાં ઞ.ઊં. નવા સ્ટ્રેનનો કેસ નોધાયા બાદ કોરોના એ પુરા વેગ સાથે હડી કાઢી છે. 3 મહિના બાદ પહેલીવાર 179 કેસો નોંધાયા હતા તેના કારણે લાંબા સમય બાદ સુરતમાં બે માળની કોવીડ હોસ્પિટલ શરુ કરવી પડી છે. વિદેશથી સુરત આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર સખ્ત ચેકિંગ કરવામ આવી રહ્યું છે. મહાનગરની તમામ શાળા-કોલેજોમાં જઘઙ નું સજ્જડ પાલન કરવા સ્પષ્ટ આદેશ અપવામાં આવ્યો છે. કમ્યુનીટી હોલ, મલ્ટીપર્પઝ હોલ તથા ઓડીટોરીયમના બુકિંગ કરવામાં આવ્યા છે જે એપ્રિલ સુધી બંધ રહેશે.