ગુજરાતનું દેવુ કમલમથી વધ્યું છે: શૈલેષ પરમારનો કટાક્ષ

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ પર સામાન્ય ચર્ચા દરમિયાન અમદાવાદના દાણીલીમડા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧માં બજેટનું કદ ૨,૧૭,૨૮૭ કરોડ હતું. જે આ વખતે વધીને ૨,૨૭,૦૨૯ કરોડ સુધી પહોંચી ગયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૯૭૪૨ કરોડ રૂપિયા વધ્યાં છે.

ગૃહમાં કોંગ્રેસને કોઈને કોઈ બહાને યાદ કરવામાં આવે છે. વર્ષે ૧૯૯૫થી ૨૦૨૧ સુધી ભાજપના શાસરમાં રાજ્યનું દેવું ૨,૨૯,૦૦૧ કરોડ રૂપિયા વધી ગયું છે. પ્રત્યેક ગુજરાતીના માથા પર ૪૯,૬૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે કટાક્ષમાં કહૃાું કે, ઇવીએમ મશીન અને વૅક્સિન તો કમલમમાં નથી બની, પરંતુ દેવું તો કમલમથી જ વધ્યો છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષોથી ભાજપનું શાસન છે. વર્ષ ૧૯૯૫માં છબીલદૃાસ મેહતા રાજ્યના મુખ્યમંત્રી હતા, તે સમયે રાજ્યનું દૃેવું ૧૨,૯૯૯ કરોડ રૂપિયા હતું. ૧૯૯૬માં કેશુભાઈ પટેલના શાસનકાળ સમયે ૧૪,૮૦૦ કરોડ રૂપિયા દેવું હતું. વર્ષ ૨૦૦૧માં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં દેવું ૪૨,૭૦૦ કરોડ રૂપિયા પહોંચી ગયું. જે વર્ષ ૨૦૧૪માં વધીને ૧,૬૩,૪૫૧ કરોડ સુધી થઈ ગયું.

જેનો સ્પષ્ટ અર્થ છે કે, ૧૪ વર્ષના શાસનકાળમાં રાજ્યનું દેવું ૧,૨૦,૭૫૦ રૂપિયા વધી ગયું. વર્ષ ૨૦૧૭માં વિજય રુપાણી મુખ્યમંત્રી બન્યા, ત્યારે રાજ્યનું દેવું ૨,૪૩,૩૬૦ કરોડ રૂપિયા હતું. જે વર્ષ ૨૦૨૧માં ૩,૧૦,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે, વર્ષ ૧૯૯૫ થી ૨૦૨૧ સુધીના ભાજપના શાસન દરમિયાન રાજ્યનું દેવું ૨,૯૭,૦૦૧ કરોડ સુધી વધી ગયું.