ગુજરાતની સાડા છ કરોડની જનતાનો સવાલ

જનતાનો સવાલ
જનતાનો સવાલ

સરકારે આવું કેમ કર્યું??

સુરતનો જથ્થો કઇ રીતે, કોના કહેવાથી અન્યત્ર ફંટાયો? તપાસ જરૂરી

જનતાનો આક્રોશ: ઓક્સિજન વિના દર્દીઓ તરફડીયા મારી રહ્યા છે જ્યારે ઓક્સિજન એરર્ફોસ પ્લેનમાં ભોપાલ મોકલાવી દીધુ: સુરતમાં ઓક્સિજનની હજુ તંગી યથાવત

ઓક્સિજનનો જથ્થો કોના આદેશથી કોણે વાયુ સેનાના વિમાનમાં ભોપાલ રવાના કરી દીધો એ સવાલનો સરકારે ગુજરાતની જનતાને જવાબ આપવો પડશે,

સુરત, રાજકોટ, અમદાવાદ જેવા કોરોનાથી હચમચી ઉઠેલા મહાનગરોમાં સેંકડો દર્દીઓ ઓક્સિજનની અછતના વાંકે શ્ર્વાસ લેવા માટે કરૂણ રીતે તરફડીયા મારી રહયા છે. તેવા અતિશ્ય દર્દનાક સંજોગોમાં સુરતથી ઓક્સિજનનો જંગી પુરવઠો એરર્ફોસના ખાસ વિમાનમાં ભોપાલ મોકલી દેવાયો હોવાનો ધડાકો થતા ભારે ખળભાટ મચી ગયો છે અને રાજય સરકાર પર ચારે તરફથી માછલા ધોવાઇ રહયા છે. સુરતમાં દર્દીઓ પ્રાણવાયુના વાંકે પ્રાણ ગુમાવી રહયા હોય ત્યારે સુરત અને ગુજરાતની જરૂરીયાત પુરી કરવાને બદલે સુરતનો ઓક્સિજનનો જથ્થો કોના આદેશથી કોણે વાયુ સેનાના વિમાનમાં ભોપાલ રવાના કરી દીધો એ સવાલનો સરકારે ગુજરાતની જનતાને જવાબ આપવો પડશે. સાડા છ કરોડ ગુજરાતીઓ અત્યારે એક જ સવાલ પુછી રહયા છે કે, સરકારે આવું શું કામ કર્યું?

Subscribe Saurashtra Kranti here

અગ્રણી ગુજરાતી ભાષી અખબાર દિવ્ય ભાસ્કરના મથાળા પર છપાયેલા ખાસ અહેવાલથી રાજયભરમાં ભારે હોબાળો મચી ગયો છે. આ અખબારના વિશીષ્ઠ અહેવાલમાં એવો ધડાકો કરવામાં આવ્યો છે કે, સુરત માટેનો ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશ મોકલીને સરકારે શ્ર્વાસનો પણ સોદો કરી નાખ્યો છે. સરકારની આ ગંભીર બેદરકારીને કારણે અને વીચીત્ર નિર્ણયને લીધે આજે સુરત ઓક્સિજન માટે તરફડીયા મારી રહયું છે. ઓક્સિજનની તંગી યથાવત રહી છે. 60 ટનની જરૂરીયાત સામે માત્ર 46 ટનમેડિકલ ઓક્સિજન મલ્યું છે. પરીણામે સિવિલમાં દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવું પડયું છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં પણ નવા દર્દીઓ લેવાનું બંધ કરી દેવાયું છે. સિવિલના પણદરવાજા બંધ કરી બાઉનસર ગોઠવી દેવાયા છે.

Read About Weather here

ગુજરાતભરમાંથી ખુણે-ખુણેથી રોષ ભેર એવા સવાલો ઉઠી રહયા છે કે, શું આ સરકાર દર્દીઓને મરતા છોડી દેવા માંગે છે? આ અંગે સુરતના નેતા અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કશુ બોલવા તૈયાર નથી અને મોઢા સીવી લીધા છે. આ અહેવાલને પગલે સમગ્ર રાજયની જનતા હચમચી ઉઠયા છે અને સરકાર પાસે જવાબ માંગી રહયા છે. દર્દીઓના શ્ર્વાસનો સોદો કરીને આ સંવેદનશીલ કહેવાતી સરકારે ગુજરાતના હજારો દર્દીઓના જાન જોખમમાં મુકી દીધા છે એવું જનતામાં ઉગ્રતાથી ચર્ચાઇ રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here