ગુજરાતની પ્રજાને કેજરીવાલનું વધુ એક વચન

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે: ‘મફત વીજળી’નો વાયદો કરે એવી ધારણા

જો હું રાજ્યની શાળાઓમાં સુધારા ન કરું તો મને હાંકી કાઢજો

રાજ્યમાં આમ આદમી પાર્ટીને એક તક આપવા મતદારોને અપીલ

ભરૂચમાં આદિવાસી સમાજની રેલીને સંબોધન, મારો પક્ષ ગરીબો સાથે છે મને એક તક આપો અમે તમને રોજગારી આપશું

ગુજરાતની વધુ એક મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય વડા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યની જનતાને ફરી એક વચન આપ્યુ હતું કે, જો હું રાજ્યમાં શાળાઓમાં સુધારા લાવી ન શકું તો મને હાંકી કાઢજો. ગુજરાતની જનતા અમને એક તક આપે.

તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પેપરલીક વગરની એક પરીક્ષા યોજી બતાવવાનો પડકાર ફેંક્યો હતો. દિલ્હીનાં શાસન મોડેલને આગળ ધરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અને પંજાબમાં પણ અમારો શાસન પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. ગુજરાતમાં શાળાઓની હાલત ખૂબ ખરાબ છે. ૬ હજાર સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે. બીજી ઘણી શાળાઓ જર્જરીત હાલતમાં છે. લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. અમે એમનું ભાવિ સુધારી શકીએ છીએ. જે રીતે દિલ્હીમાં કર્યું એવું ગુજરાતમાં પણ કરશું.

Read Saurashtra Kranti E-Paper here

તેમણે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ટકોર કરી હતી કે, પરીક્ષાનાં પેપરલીકમાં આ સરકાર વિશ્વ વિક્રમો સર્જી રહી છે. પેપરલીક વગર એક પરીક્ષા યોજવાનો હું મુખ્યમંત્રીને પડકાર ફેંકુ છું.

એમણે રાજ્યની જનતાને આગ્રહ ભરી અપીલ કરી હતી કે, અમને એક તક આપો જો શાળાઓમાં પરિવર્તન ન લાવી શકુ તો મને હાંકી કાઢજો. દિલ્હીમાં ધનવાનો અને ગરીબોનાં છોકરા સાથે બેસીને ભણે છે. પાસ થવાની ટકાવારી 99.7 ટકા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં કેજરીવાલે આપ નાં પગપેસારા માટે આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આદિવાસીઓ અંગેની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં એક કરોડથી વધુ આદિવાસીઓ વસે છે. દેશના બે સૌથી વધુ ધનિક વ્યક્તિ અને સૌથી વધુ ગરીબ આદિવાસીઓ એ બે પ્રકારનાં લોકો ગુજરાતનાં છે. ભાજપ અને કોંગ્રેસ હંમેશા ધનવાનોની પડખે રહ્યા છે. પણ મારો પક્ષ ગરીબોની સાથે રહે છે. દાયકાઓથી આદિવાસીઓનું શોષણ થયું છે. પહેલા બ્રિટીશરોએ શોષણ કર્યું હતું એ શોષણ હજુ આજે પણ ચાલુ છે. મારો પક્ષ અમીરોનો નહીં ગરીબોનો પક્ષ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here