ખાવાનું દેશનું અને ગાવાનું પાકિસ્તાનનું એ ક્યારેય નહિ ચલાવાય

ડે.સીએમ નીતિન પટેલે
ડે.સીએમ નીતિન પટેલે

જનઔષધિ દિન નિમિત્તે કોંગ્રેસને આડે હાથ લેતા નીતિન પટેલે કહૃાું

નાયબ મુખ્યમંત્રીએ આજે જનઔષધિ દિન નિમિત્તે કોંગ્રેસને આડે હાથ લેતા ચેતવણીના સ્વરમાં દેશ વિશે નિવેદન આપ્યુ હતુ. આજે જનઔષદ્યી દિવસ નિમિત્તે પીએમ મોદીએ ૭૫૦૦મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ ત્યારે અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રીએ આ અંગે નિવેદન આપ્યું હતુ. જન ઔષધી કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમનું નિવેદન આપ્યું હતુ કે, અમારી સરકારે તમામ લોકોને સેવાને લાભ આપ્યો છે. કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહૃાું છે. અમે કોઈ ધર્મ પર પક્ષપાત કરતા નથી.

અરે “ખાવાનું દેશનું અને ગાવાનું પાકિસ્તાનનું એ ક્યારેય નહિ ચલાવાય”. ભારત તમામનો દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭મી માર્ચ જન ઔષધિ દિવસ નિમિત્તે શિલોંગમાં ૭૫૦૦મું જન ઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પણ કર્યું. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહૃાું કે લોકોને રૂપિયાની તંગીમાં દવાઓ ખરીદવા માટે મુશ્કેલીઓ ન પડે,

એટલા માટે જનઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવી. લાભાર્થીઓ સાથે વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ જનઔષધિ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કાર્ય માટે લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.