કોરોના દર્દીઓને તણાવમુક્ત કરવા હોસ્પિટલ સ્ટાફ ગરબે ઘૂમ્યો

કોરોના-ગરબા
કોરોના-ગરબા

કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થ્ય કર્મીઓ મનને પણ ખુશ રાખવાનો પ્રયાસ કરી રહૃાા

દેશભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તબીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહૃાો છે. જોકે શરીરના સારા સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતા પણ ખૂબ જ જરૂરી છે. એવામાં શહેરના એસ.જી હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોવીડના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહૃાો છે.

Subscribe Saurashtra Kranti here

એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોવીડના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થ્ય કર્મીઓ મનને પણ ખુશ રાખવાનો પ્રયાસ કરી રહૃાા છે. શરીર સ્વાસ્થ્ય માટે મનની પ્રસન્નતાની બહુ મોટી ભૂમિકા છે. એવામાં સ્ટાફ દ્વારા તમામ દર્દીઓ સાથે PPE કીટમાં જ ડાંસ તથા ગરબા કરીને તેમને ચિંતામુક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. હોસ્પિટલ દ્વારા જેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

Read About Weather here

આ વીડિયોમાં સ્ટાફ દ્વારા કોરોનાના દર્દીઓ સાથે PPE કિટમાં ડાંસ કરતા દેખાય છે. તેમની સાથે દર્દીઓ પણ હળવાશના મૂડમાં દેખાઈ રહૃાા છે. કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ સંક્રમિત વ્યક્તિ પણ ગભરાઈ જતી હોય છે. એવામાં તેમને તણાવ મુક્ત રાખવા માટે તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા કરાતા આ કાર્ય ખરેખર બિરદાવવાને યોગ્ય છે. દિવસભર કલાકો સુધી PPE કિટ પહેરીને દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેતા આ કોવીડ વોરિયર્સ અનેક પરેશાનીઓ સહન કરીને પણ દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે પ્રયાસ કરી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here