કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં હવાના પ્રદુષણમાં ચિંતાજનક વધારો

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

શહેરમાં દિવાળી પર્વના તહેવારો શરૂ થઈ ગયા છે.પર્વના આરંભ સાથે જ શહેરના પિરાણા, બોપલ, સેટેલાઈટ, એરપોર્ટ અને રાયખડ સહીતના વિસ્તારોમાં હવાના પ્રદૃૂષણમાં ચિંતાજનક વધારો થયો છે. પિરાણા ખાતે સવારે નવ કલાક એર કવોલિટી ઈન્ડેકસ ૩૧૩ હતો જે સાંજે છ કલાકે ૩૪૨ ઉપર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરનો ઓવરઓલ એર કવોલિટી ઈન્ડેકસ ગુરૂવારે સવારે નવ કલાકે ૨૨૮ હતો જે સાંજે છ કલાકે વધીને ૨૭૩ પર પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરના લોકો દિવાળી પર્વની ઉજવણીની અંતિમ તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે.અનેક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ના જળવાતુ હોવાનું જોવા મળી રહૃાું છે.શહેરમાં હાલ બે ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહૃાા છે. હાલ દિવાળીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ વિવિધ માર્કેટમાં ખરીદી કરવા ઉમટી પડયા છે

એના કારણે પણ શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદુષણની માત્રા વધી છે. સતત ધુળીયુ વાતાવરણ,બેવડી ઋતુ અને હવાના પ્રદુષણને કારણે આવનારા દિવસોમાં શ્ર્વાસને લગતી બિમારીના કેસ વધવાની તબીબો દ્વારા સંભાવના વ્યકત કરાઈ રહી છે. ગુરૂવારે શહેરના પિરાણા,બોપલ,સેટેલાઈટ વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેકસ ૩૦૦ ઉપર પહોંચી જતા દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં પણ હવાના પ્રદુષણની માત્રા ચિંતાનો વિષય બનવા પામી છે.