કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઇંધણના ભાવમાં ઉલ્લુ બનાવાયા!

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઇંધણના ભાવમાં ઉલ્લુ બનાવાયા!
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઇંધણના ભાવમાં ઉલ્લુ બનાવાયા!
દેશની જનતા ભારે મોંઘવારીના વિષચક્રમાં વધુને વધુ પીસાતી જઈ રહી છે ત્યારે આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાહેર કર્યો પણ બીજો આંચકારૂપ નિર્ણય લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ઘટાડો કર્યો હતો તે રાતોરાત પાછો ખેંચી લીધો હતો. રાત્રે ભાવ ઘટાડાની જાહેરાત થઇ હતી અને ગણતરીના કલાકોમાં વહેલી સવારે ઇંધણનો ભાવ ઘટાડો રહસ્યમય રીતે પાછો ખેંચી લેવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.115 નો નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. ભાવ ઘટાડાને કારણે વેપાર, ઉદ્યોગ અને ખાસ કરીને હોટેલ તથા રેસ્ટોરાંવાળાને ખુબ ફાયદો થશે. આવી કોઈ રાહત ગૃહિણીઓને આપવામાં આવી નથી. 14.2 કિલોના ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો નથી જુનો ભાવ યથાવત રાખવામાં આવ્યો છે. આથી રસોડામાં રાહતની આશા પડી ભાંગી છે.


દરમ્યાન ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં લીટરદીઠ 40-40 પૈસાના ઘટાડાની જાહેરાત રાતોરાત નાટ્યાત્મક ઢબે પાછી ખેંચી લેવાતા લોકોમાં ભારે નારાજગી પ્રસરી છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલપંપ સંચાલકોને રાત્રે ભાવ ઘટાડાનો મેસેજ પાઠવ્યો હતો અને વહેલી સવારે તો એ રદ કરી દેવાયો હતો. આથી પેટ્રોલપંપના વિક્રેતાઓ પણ ગોટે ચડી ગયા હતા.

Read About Weather here

રાજકોટના એક પેટ્રોલીયમ વિક્રેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, રાત્રે અમને એપ પર ભાવ ઘટાડાનો મેસેજ મળ્યો હતો. પેટ્રોલપંપોના યુનિટો પર કંપનીઓ જ સીધેસીધી નવા ભાવ ફેર લાગુ કરતી હોય છે. આથી વિક્રેતાઓએ સ્ટાફને રાત્રે સુચના આપી દીધી હતી. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ પડતા હોય છે પણ સવારે લાગુ ન થતા સ્ટાફ મૂંઝાયો હતો અને પંપ માલિકોનું ધ્યાન દોર્યું હતું. ત્યારે રાતોરાત નિર્ણય પાછો લેવાયાની જાણ થઇ હતી. આથી વિક્રેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. કંપનીઓના આવા વલણ અંગેનું કોઈ કારણ જાહેર થયું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here