કોટ વિસ્તારના દુષિત પાણી મુદ્દે હોબાળા બાદ બંને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર સામ-સામે

કોર્પોરેશનની સામાન્ય સભા હોબાળા બાદ બરખાસ્ત કરવામાં આવી હતી. કોટ વિસ્તારમાં દુષિત પાણીની રજૂઆત મુદ્દે ચર્ચા ચાલતી હતી ત્યારે ભાજપ શાસક પક્ષના નેતા અમિત શાહે કહૃાું હતું કે, અમને ત્યાં ૨૦ વોટ પણ નથી મળતાં તો પણ કામ ત્યાં કામ કરીએ છે. જેનો કોંગ્રેસના કોર્પોરેટર હસનલાલાએ જવાબ આપ્યો હતો કે, લોકોને સુવિધા આપવી એ શાસકોની જવાબદારી છે, સુવિધા આપીને તેઓ કોઈ અહેસાન નથી કરતા. કોર્પોરેશને કામ કરવું પડે. આ મામલે ભાજપના કોર્પોરેટરો ઉશ્કેરાઈ ગયા હતા અને બાદૃમાં હોબાળો કર્યો હતો. બંને પક્ષના કોર્પોરેટરોએ સામ-સામે માફીની માંગ કરી હતી.

જેની વચ્ચે તમામ કામો મંજુર કરવામાં આવ્યા હતા અને સભા બરખાસ્ત કરવામાં આવી હતી. દરમિયાન મેયર પણ ધનવંતરી રથ મામલે કહૃાું હતું કે, ૨૦ વોટ નથી મળ્યા છતાં હું ધનવંતરી રથ શરૂ કરવા કોરોનામાં આ વિસ્તારમાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે ટાગોર હોલમાં યોજાઈ રહી છે. જેમાં મેયર બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમજ અધિકારીઓ અને કોર્પોરટેર હાજરછે, જ્યાર આજે મળેલી સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ સહિત ૩૦થી વધુ કોર્પોરેટર ઓનલાઇન જોડાયા હતા.

જ્યારે કેટલાક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ ઓનલાઇન જોડાયા હતા. સામાન્ય સભા પહેલા કોર્પોરેટરો, મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાઉન્ડ ઓપરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રેપીડ ટેસ્ટ બાદૃ જ સામાન્ય સભામાં કોર્પોરેટરોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેટલા કોર્પોરેટર હાજર છે, તેમાં એકપણના ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી. સભામાં સાઉન્ડ ઓપરેટ કરનાર એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે.