કેન્દ્રનાં આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાનાં અધ્યક્ષ સ્થાને

કેન્દ્રનાં આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાનાં અધ્યક્ષ સ્થાને
કેન્દ્રનાં આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાનાં અધ્યક્ષ સ્થાને

આજથી કેવડીયા કોલોની ખાતે ત્રણ દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિર

રાજ્યોના આરોગ્ય અને તબીબી શિક્ષણમંત્રીઓની ખાસ હાજરી

ગુજરાતનાં વિખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની ખાતે આજે તા.5 થી 7મી મે સુધી ત્રણ દિવસીય અસ્વાસ્થ્ય ચિંતન શિબિરનો શુભારંભ થયો છે. કેન્દ્રનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં શિબિર યોજાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં રાજ્યનાં આરોગ્ય અને તબીબી શિક્ષણમંત્રીઓ ખાસ હાજરી આપશે. આ બેઠકનો હેતુ તબીબી અને જાહેર આરોગ્ય ક્ષેત્રોને લગતી નીતિઓ અને કાર્યક્રમોનાં અમલીકરણની સમીક્ષા કરવાનો છે. આ પરિષદમાં આરોગ્ય મંત્રાલય, નીતિઆયોગ, ઉદ્યોગ મંચ, સ્ટાર્ટઅપસ, એકેડમી વગેરેનાં નિષ્ણાંતો સાથે પેનલ ચર્ચામંથન થશે. હિતધારકો સાથે ખાસ ચર્ચાસત્ર પણ યોજાશે.

Read About Weather here

દેશમાં તમામ લોકોને સસ્તું, સુલભ અને સમાન સ્વાસ્થ્ય માટેનો રોડ મેપ બનાવવા, ભવિષ્યની આરોગ્ય કટોકટી માટે દેશને તૈયાર કરવા, હિલ ઇન ઇન્ડિયા અને હિલ બાય ઇન્ડિયાનો રોડ મેપ તૈયાર કરવા, સ્વસ્થ રાજ્યો, સ્વસ્થ રાષ્ટ્ર સુત્રો સિધ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા આ 14મી પરિષદ યોજાઈ રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here