કિશોરને એપ્રિલ ફૂલ બનાવવું પડ્યુ ભારે, થઇ ધરપકડ!

એપ્રિલ ફૂલ
એપ્રિલ ફૂલ

એપ્રિલ ફૂલ બનાવવા અખબારી યાદીના સહી સિક્કા એડિટ કર્યા

Subscribe Saurashtra Kranti here

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પરીક્ષાના કાર્યક્રમમાં તારીખોનો ફેરફાર કરીને અખબારી યાદીને વાયરલ કરનાર બાળ કિશોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા ૧૦-૦૫-૨૦૨૧થી ૨૫-૦૫-૨૦૨૧ દરમિયાન યોજાશે તેવી અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં આ પરીક્ષા ૧૫મી જૂનથી ૩૦ જૂન દરમિયાન યોજાશે તેવી અખબારી યાદી વાયરલ થઈ હતી. આ બાબતે કચેરી દ્વારા ચકાસણી કરતા ઉપરોક્ત અખબારી યાદીની તારીખોમાં ફેરફાર કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી વિદ્યાર્થી તેમજ વાલીઓ અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેના પગલે સંયુક્ત નિયામકની ફરિયાદના આધારે સેકટર-૭ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હરપાલિંસહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે વાયરલ થયો હોવાથી સો.મીડિયા ઈન્ટરસેપશન તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ ફિઝિકલ તપાસ કરતા આ અખબારી યાદી એક બાળ કિશોરે વાયરલ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેણે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પહેલી એપ્રિલના રોજ બોર્ડની વેબસાઇટ ઉપરથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખની અખબારી યાદી સહી સિક્કા સહિતની ડાઉનલોડ કરી હતી અને બાદમાં પોતાના મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા તારીખો એડિટ કરીને સો.મીડિયામાં ફરતી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here