ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનશે

ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનશે
ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનશે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરીએ ટ્વિટ કરી ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોરને મંજૂરીની જાહેરાત કરી હતી. આ માટે 530 કરોડ પણ મંજૂર કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ઈસ્કોન બ્રિજથી સાણંદ ચોકડી સુધીના 4 કિલોમીટરમાં કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ચારરસ્તા અને વાયએમસીએ નજીકના ચાર રસ્તા પાસે 3 ફ્લાયઓવર બનાવવામાં આવશે. ગોતાથી થલતેજ જે પ્રકારે એલિવેટેડ કોરિડોર બનાવાયો છે તે જ રીતે અહીં પણ કોરિડોર બનાવાશે. જેમાં કર્ણાવતી જંકશન પર 800 મીટર, પ્રહલાદનગરથી વાયએમસીએ ચારરસ્તા સુધી 1200 મીટરનો બ્રિજ બનાવવામાં આવશે.

Read About Weather here

સરખેજથી ચિલોડા સુધી અગાઉ 800 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કર્ણાવતી, પ્રહલાદનગર અને વાયએમસીએ જંકશનને બાકાત રાખવામાં આવ્યા હતા. આ સ્થળોએ અગાઉ કોર્પોરેશન બ્રિજ બનાવશે તેવું નક્કી કરાયું હોવાને કારણે બાકાત રખાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here