ઇવીએમ કમલમમાં નથી બનતા, કોંગ્રેસવાળા હાર પચાવતા શીખે: નીતિન પટેલ

કોરોના ટેસ્ટના ભાવ ઘટયા, ગરીબ વિસ્તારોમાં સાંજના દવાખાના
કોરોના ટેસ્ટના ભાવ ઘટયા, ગરીબ વિસ્તારોમાં સાંજના દવાખાના

અમિત ચાવડાએ કોંગ્રેસની હારનું ઠીકરૂ ઇવીએમ પર ફોડ્યું

ભાજપ ઇવીએમ બનાવતું નથી અમારી ફેક્ટરી નથી, પંજાબમાં જીત મળી તો ઇવીએમ વિશે કોઈ બોલ્યું નથી: ના.મુખ્યમંત્રી

રાજ્યમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસની 6 મહાનગર પાલિકા, 31 જિલ્લા પંચાયત હાર થઈ હતી. તો પાર્ટીએ નગરપાલિકા અને તાલુકા પંચાયતની 80 ટકા બેઠકો ગુમાવી હતી. આ હાર બાદૃ કોંગ્રેસના પ્રદૃેશ પ્રમુખ અમિત ચાવડાએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે હારનું એક કારણ ઇવીએમને ગણાવ્યું હતું. હવે ઇવીએમ મુદ્દે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહૃાુ કે, ઇવીએમ કમલમમાં બનતા નથી.

નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં કોંગ્રેસને જવાબ આપતા કહૃાું કે, ઈવીએમ કમલમમાં બનતા નથી. ભાજપ ઇવીએમ બનાવતું નથી. અમારી ફેક્ટરી નથી. નીતિન પટેલે કહૃાુ કે, કોંગ્રેસ ઇવીએમ પર દૃોષ ઢોળવા કરતા પોતાની ભૂલ સ્વીકારે. કોંગ્રેસ જીતનારને અભિનંદૃન આપી શકતી નથી અને હાર પચાવી શકતી નથી. નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહૃાુ કે, પંજાબમાં જીત મળી તો ઇવીએમ વિશે કોઈ બોલ્યું નથી. નિર્જિવ મશીન પર હારનું ઠીકરુ ફોડવામાં આવી રહૃાું છે.

કોંગ્રેસના આરોપો પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. તેમણે કહૃાું કે, ઇવીએમ મશીન કમલમમાં બનતા નથી. ભાજપ પાસે ઇવીએમ બનાવવાની ફેક્ટરી નથી. તેમણે કહૃાું કે, પંજાબમાં કોંગ્રેસ જીતી ત્યારે પણ આજ ઇવીએમ હતા. આ સાથે પટેલે કહૃાુ કે, કોંગ્રેસ હાર પચાવી શકતી નથી.