અમરેલીમાં કોંગ્રેસના ૧૦ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના ૧૦ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ખાંભા કોંગી શાસિત એપીએમસીના ૨ ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા છે. સાવરકુંડલા ખાતે ભાજપ દ્વારા કિસાન સંમેલનમાં ૨ યાર્ડના ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે. કૃષિમંત્રી આર.સી ફળદૃુએ તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં એક પછી એક મોટા ઝટકા લાગી રહૃાા છે. અગાઉ કોંગ્રેસના દિૃગ્ગજ નેતા નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું હતું. લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સ્પેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે લાઠી તાલુકાના ૧૫ જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદૃસ્ય પણ ભાજપમાં જોડાયા હતા. કાચરડી જિલ્લા પંચાયતના સદૃસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ૨ ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. સાંસદૃ નારણ કાછડીયા, દિૃલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકાર્યા હતા.