અમદાવાદ જિ.પં.ના પ્રમુખ તરીકે પારુલ પઢારની નિમણૂંક (38)

Amd-Jilla-Panchayat-પ્રમુખ
Amd-Jilla-Panchayat-પ્રમુખ

Subscribe Saurashtra Kranti here.

ઉપપ્રમુખ તરીકે ભાજપના રમેશ મકવાણા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે સવારે લાલદરવાજા જિલ્લા પંચાયતમાં સરદાર પટેલ હોલ ખાતે અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેની અધ્યક્ષતામાં પહેલી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં પ્રમૂખ અને ઉપપ્રમૂખની વરણીની કાર્યવાહી પહેલા શરૂ કરવામાં આવી હતી.

Read About Weather here

પ્રમૂખ પદ માટે ભાજપ તરફથી કોઈ SC મહિલા ઉમેદવાર જીતેલા ન હોવાથી બિનહરીફ રીતે શાહપુર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારુલ પઢારને પ્રમૂખ તરીકે કલેકટર સંદીપ સાગલે દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં. ઉપપ્રમૂખ માટે બે ફોર્મ આવ્યા હોવાથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રભાતિંસહ મકવાણાને ચાર સભ્યોના જ મત મળ્યા હતા જ્યારે નાનોદરા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના રમેશ મકવાણા માટે ૩૦ જેટલાં સભ્યોના મત મળતાં ભાજપના રમેશ મકવાણા ઉપપ્રમૂખ બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here