૮ મહાનગરોમાં સ્કૂલો ૧૦ એપ્રિલ સુધી બંધ રાખવા સરકારનો આદેશ (40)

school-close-સરકાર
school-close-સરકાર

Subscribe Saurashtra Kranti here.

કોરોનાના કેસો વધતાં રૂપાણી સરકાર જાગી

તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાનો સરકારે નિર્ણય કર્યો, શાળા-કૉલેજોની જાહેર થયેલ પરીક્ષાઓ માર્ચને બદલે એપ્રિલમાં લેવાશે

ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ફરીથી લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. રાજ્યના શિક્ષણ વિભાગે પણ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે ભૂપેન્દ્રિંસહ ચુડાસમાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.

એટલું જ નહીં, જાહેર થયેલી પરીક્ષાઓ પણ પાછળ ઠેલાશે. શાળા-કોલેજોની જાહેર થયેલી પરીક્ષાઓ પણ પાછી ઠેલવાનો નિર્ણય લીધો છે. માર્ચને બદલે એપ્રિલમાં પરીક્ષા લેવાશે. સરકાર હવે કોરોના સંક્રમણ ઓછું થાય પછી નવેસરથી સમય પત્રક જાહેર કરશે. ૧૦ એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણકાર્ય બંધ રહેશે. હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યના તમામ ૮ મનપામાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ કાર્ય કાલથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ પ્રમાણે શાળાઓમાં રાજ્યના ૮ મહાનગરોમાં તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉ.માં આવતીકાલેથી શિક્ષણ કાર્ય બંધ રખાશે. એજ પ્રમાણે શાળાઓમાં રાજ્યના ૮ મહાનગરો માં તમામ પ્રાથમિક માધ્યમિક ઉ.માં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.

પરંતુ ૮ મહાગરપાલાકા સિવાય તમામ વિસ્તારોમાં માધ્યમિક ,ઉચ્ચતર માદ્યમક શાળામા સ્વૈચ્છિક રીતે આવવા માંગનાર વિદ્યાર્થી માટે ઓફલાઈન શિક્ષણ ચાલશે. અને પરીક્ષા ઓફલાઈન ચાલુ રહેશે. આમ, ૮ મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો છે. ૮ મહાનગરોને બાદ કરતા નાના શહેરોમાં પરીક્ષા યથાવત રહેશે.

Read About Weather here

ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય ૧૬ માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ ૬થી ૧૨ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં ૧૮ માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here