બપોરે બે વાગ્યા સુધીમાં જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, ગીરસોમનાથ અને મહીસાગર જિલ્લા પંચાયત ઉપર ભાજપે બહુમતી માટે જરૂરી બેઠક મેળવી લીધી છે. આ જિલ્લાઓમાં હજુ મતગણતરી ચાલુ છે. નગરપાલિકાઓમાં ભાજપે કુલ ૧૧૭૩, કૉંગ્રેસે ૨૧૩, અપક્ષે ૭૩, અન્યોએ ૧૦ તથા આપ-બસપાએ બે-બે બેઠકો જીતી છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ૩૯૯, કૉંગ્રેસે ૮૭, અપક્ષે બે, અન્યોએ બે તથા આપે એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે. તાલુકા પંચાયતમાં ભાજપે ૧૬૦૯, કૉંગ્રેસે ૬૧૭, અપક્ષે ૫૧, આપે ૧૬, અન્યોએ છ તથા બસપાએ પાંચ બેઠક ઉપર વિજય મેળવ્યો છે.