૩ વર્ષ પહેલાં ભગાડી જઇ પ્રેમ લગ્ન કરનાર વિધર્મી યુવકે મુસ્લિમ ધર્મ અપનાવવા યુવતીને દબાણ કર્યું

16

શહેરમાં નોંધાયો વધુ એક લવજેહાદનો કિસ્સો, હિન્દૃૂ યુવતીને ૩ વર્ષ પહેલાં ભગાડી જઈ પ્રેમ લગ્ન કરી વિધર્મી યુવક હવે યુવતીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા મારઝૂડ કરી રહૃાો છે. જે મામલે ફતેગંજ પોલીસ મથકે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં વધુ એક લવજેહાદનો મામલો સામે આવ્યો છે, ૩ વર્ષ પહેલાં હિન્દૃૂ યુવતીને વિધર્મી યુવક ભગાડી રજીસ્ટર મેરેજ કરી હવે યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી રહૃાો છે. જે મામલે યુવતીએ યુવક સામે ફતેહગંજ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

જોકે સરકાર લવજેહાદ મામલે ગંભીર છે, અને કાયદો બનવવા મક્કમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ મામલે પોતાની ચૂંટણી પ્રચારમાં જાહેરાત કરી ચુક્યા છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતી હિન્દૃૂ યુવતીને તૌશિફ રાણા નામનો યુવક ૧૮/૦૭/૨૦૧૮ ના રોજ ભગાડી જઈ કુબેરભવન ખાતે સ્પેશિયલ મેરેજ એક્ટ રજીસ્ટર કર્યા હતા. જે બાદ મારઝૂડ, માનસિક, શારીરિક ત્રાસ આપી ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબૂર કરતા ૨૭/ ૦૨/૨૧ ના રોજ ફતેહગંજ પોલીસ મથકમાં પત્નીએ પતિ તૌશિફ રાણા સામે ફરિયાદ નોધાવી છે.

જે મામલે આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૪ મુજબ થી ગુનો નોંધાયો છે, સાથે આઈ.પી.સી ની કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા માંગતા હોવાનો ગુનો નોંધાયો છે. મહત્વની વાત છે કે યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ વિધર્મી યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં એક વર્ષ ઘર સંસાર યોગ્ય ચાલ્યો પરંતુ બાદમાં આરોપી પતિ તૌશિફ રાણાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.

જેમાં તેણે તેની પત્નીને હિન્દૃુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા વારંવાર દબાણ કર્યું હતુ. જેથી યુવતી તેના માતા પિતાના ઘરે આવી ગઈ જ્યાં તેને આરોપી પતિ તૌશિફ રાણાની સમગ્ર કરતૂત માતા પિતાને કીધી હતી. જેથી માતા પિતાના સમજાવટ બાદ યુવતીએ પોતાના વિધર્મી પતિ સામે ગુનો નોધાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હવે ફરાર આરોપી તૌશિફ રાણાની શોધખોળ શરૂ કરી છે.