ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો
ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતા કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાખ્યા છે. જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકમાંથી ભાજપને ફાળે ૧૯ બેઠક જ્યારે કોંગ્રેસ માત્ર એક જ આંકડામાં સમેટાઈ જતા ૬ બેઠક જ મળી છે. ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ સુર્યિંસહ ડાભીની હાર થઈ છે. કોંગ્રેસના પ્રમુખ સુર્યિંસહ ડાભીની કડજોદરા બેઠક પર હાર થઈ છે.