હોળી- ધુળેટીના પર્વે અંબાજી મંદિરના દ્વાર રાબેતા મુજબ ખુલ્લા રહેશે

7
Ambaji-Temple-હોળી
Ambaji-Temple-હોળી

Subscribe Saurashtra Kranti here

ફુલહોડ હોળી સરકારના આદેશ બાદ બંધ રાખવામાં આવી

સમગ્ર મંદિર પરિસરમાં એકલ દોકલ યાત્રિકો જોવા મળી રહૃાાં છે. જોકે ફાગણસુદ પૂર્ણિમાને હોળી ધુળેટીના પર્વમાં અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિરના દ્વાર ખુલ્લાં રહેશે પણ શ્રદ્ધાળુઓએ કોરોના ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં દર્શન માટે પહોંચવાનું રહેશે.

Read About Weather here

હોલિના દિવસે અંબાજીમાં હોલિકા દહન સાંજના ૬.૩૦ કલાકે કરવામાં આવશે અને મંદિરમાં સાંજની ૬.૩૦ કલાકે થતી સાંયકાલ આરતી હોલિકા દહન બાદ જ કરવામાં આવશે. જે નિયત સમય કરતા મોડી થશે પણ સવારની મંગળા આરતી ૬.૦૦ કલાકે કરવામાં આવશે. જ્યારે હોલિ બાદ બીજા દિવસે ધુળેટીના દિવસે અંબાજી મંદિરમાં ફૂલો દ્વારા રમાતી ફૂલ ડોલ હોળી સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુલતવી રાખવામાં આવી છે પણ શ્રદ્ધાળુ મંદિરમાં નિયમો અનુસાર માતાજીના દર્શનનો લાભ લઈ શકશે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here