હોટલ સિટી પેલેસનાં રૂમમાં દારૂની બોટલના મોટા જથ્થા સાથે ત્રણ ઝડપાયા

167

પોરબંદરના ત્રણ શખ્સો ગોવાથી દારૂનો જથ્થો લાવ્યા વાવાઝોડા કારણે બસ નહીં મળતા હોટલમાં રોકાયા

શહેરનાં એસ.ટી બસ સ્ટેશન પાછળ આવેલ હોટલ સીટી પેલેસનાં રૂમમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 106 બોટલ દારૂ સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગઈકાલે વાવાઝોડાનાં પગલે તમામ પોલીસને સ્ટેન્ડ બાય રહેવાનો હુકમ મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચનાં પી.એસ.આઈ એસ.વી.સાખડા, કોન્સ્ટેબલ ઉમેશભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે હોટલ સીટી પેલેસનાં રૂમ 207 માં દરોડો પડતા અલગ-અલગ બ્રાંડની 106 બોટલ કિંમત રૂ.31800 સાથે પોરબંદરમજા રહેતા પ્રકાશ માવજી પાંજરી, ભાવિક ધનજી ચામડીયા, હેમેન્દ્ર મોહન ડાભી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

Read About Weather here

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ ગોવાથી દારુનો જથ્થો લાવી રાજકોટથી બસમાં પોરબંદર જવાના હોય પરંતુ ગઈકાલે વાવાઝોડાનાં કારણે બસ બંધ હોવાથી ગઈ રાત્રીનાં હોટલમાં રોકાઈને આજે સવારે પોરબંદર ત્રણેય શખ્સો દારુનો જથ્થો લઇ જવાના હોય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણેયને દારૂ સાથે પકડી પડ્યા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleદરીયાનું રૌદ્ર સ્વરૂપ
Next articleશહેરમા વાવાઝોડાની અસરો નિવારવા મનપાની સુંદર કામગીરી