હોટલ અતિથિ પત્નિ હત્યા કેસ

85
amd-hotel-hatya-હોટલ
amd-hotel-hatya-હોટલ

Subscribe Saurashtra Kranti here

ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોટલમાંથી મળી આવ્યો

અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં હોટલમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આપઘાતનો પ્રયાસ કરનારા પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, આ દરમિયાન પતિ ભાનમાં આવતા તેણે ભરેલા પગલા અંગે પૂછપરછ કરવામાં આવી તો મોટો ખુલાસો થયો છે. આરોપીએ આ કેસમાં પત્નીના આડા સંબંધના કારણે પગલું ભર્યું હોવાની કબૂલાત કરી છે.

બાપુનગરમાં અઠવાડિયાની શરુઆતમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં આરોપી સોલંકીની ગળાના ભાગેથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોટલમાંથી મળી આવ્યો હતો અને તેની પત્નીની હત્યા થઈ ગઈ હતી. આવામાં આખી ઘટના કઈ રીતે બની તે વિશે પોલીસ મેહુલ ભાનમાં આવે તેની રાહ જોવી પડી. પરંતુ મેહુલે પોતે જ કબૂલાત કરી લીધી છે કે તેણે તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.આરોપી કશું બોલી શકે તેવી અવસ્થામાં ના હોવાથી તેણે લખીને આખી ઘટના વિશે જણાવ્યું હતું.

જેમાં તેણે કબૂલ્યું કે, મારા સાળાના સાળા સાથે પત્ની યોગીતાનો પ્રેમ સંબંધ હતો અને બન્ને અવાર-નવાર વોટ્સએપ પર વાતો કરતા હતા. આ કારણે તે પત્નીની હત્યા કરવા માટે તેને ગેસ્ટ હાઉસમાં લઈ આવ્યો હતો.

Read About Weather here

પત્ની યોગીતાની હત્યા કર્યા બાદ મેહુલે પણ આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું. પરંતુ તેને પોલીસ અને ૧૦૮ની ટીમે બચાવી લીધો હોવાનું જણાવ્યું છે. હવે પોલીસ આ મામલે આરોપીના તથા મૃતકના મોબાઈલ ફોન કબજે લઈને આગળની તપાસ હાથ ધરશે. જેમાં અન્ય કેટલાક ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here