હીરા વેપારી 50 કરોડનું ઉઠામણું કરી ભાગી ગયો ?

હીરા વેપારી 50 કરોડનું ઉઠામણું
હીરા વેપારી 50 કરોડનું ઉઠામણું

સુરત હીરા ઉદ્યોગ માટે જાણીતું છે

સુરતમાં હીરા બજારમાં પહેલાથી મંદી ચાલી રહી છે ત્યારે વધુ એક આંચકા સમાન સમાચાર મળી રહૃાા છે. એક વેપારી રૂપિયા ૫૦ કરોડનું ઉઠમણું કરીને ફરાર થઈ ગયાની ચર્ચા હાલ હીરા માર્કેટમાં ચાલી રહી છે. ૫૦ કરોડના ઉઠમણાના સમાચાર મળતા જ આ વેપારી સાથે લે-વેચ કરનારા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મળતી માહિતી પ્રમાણે રફ હીરાનું વેચાણ કરતા લોકોના નાણા સલવાયા છે. વરાછા હીરા બજાર ખાતેનો વેપારી પોતાની ઓફિસને તાળું મારીને ફરાર થઈ ગયો છે. વેપારી શનિવારે જ ફરાર થઈ ગયાનો ચર્ચા ચાલી રહી છે. એક તરફ ડાયમંડ બજારમાં કોરોનાને પગલે પહેલાથી જ મંદી જેવી સ્થિતિ છે ત્યારે આ સમાચાર ડાયમંડ બજાર માટે ખરેખર આંચકા સમાન છે.

Subscribe Saurashtra Kranti here

ઉલ્લેખનીય છે કે સુરત હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. તેવામાં કોરોનાને લઇને ડાયમંડ ઉદ્યોગે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી છે. આ દરમિયાન ૫૦ કરોડના ડાયમંડ ખરીદી કરી એક વેપારી ઉઠમણું કરી ફરાર થઈ ગયાની વાત સામે આવતા સુરત ડાયમંડ વેપારીઓની ચિંતા વધી છે. રફ ડાયમંડમાં કામ કરતા આ હીરા વેપારીના ઉઠમણાને પગલે અનેક ડાયમંડ વેપારીઓનાં રૂપિયા સલવાયા છે. આ કારણે ડાયમંડ વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દૃુનિયાના ૧૦માંથી આઠ ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે. સુરત ડાયમંડ ઉદ્યોગ માટે જાણીતું છે. ડાયમંડ ઉદ્યોગ માટે સુરત સૌથી મોટું સેન્ટર છે. અહીં વિશ્ર્વાસ પર વેપાર ચાલે છે. જોકે, અહીં થોડા દિવસ થાય ને કોઈ વેપારી કરોડો રૂપિયાના હિરા લઇને ભાગી જાય છે. વિશ્ર્વાસઘાત અને ઉઠમણાને લઈને આ વેપારને કરોડો રૂપિયાનો ચૂનો લાગે છે. આવી ઘટનાઓને લઇને વેપારીઓના કરોડો રૂપિયા તો ડૂબી જ જાય છે, સાથે સાથે વેપારને પણ મોટો ફટકો પડે છે.

Read About Weather here

હવે સુરતમાં રફ ડાયમંડમાં કામ કરતા એક વેપારી અંદાજીત ૫૦ કરોડના ડાયમંડ ખરીદી કરી છેલ્લા બે દિવસથી પોતાની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયાની વાત સામે આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે. એક તો પહેલેથી વેપાર બરાબર નથી ચાલતો અને તેમાં પણ ઉઠમણાને લઈને નાના વેપારીઓના રૂપિયા સલવાયા છે. ૨૦૨૧ના વર્ષમાં અત્યાર સુધી સુરત સાથે મુંબઈની ડાયમંડ બજારમાં ૪૦૦ કરોડ કરતા વધુના ઉઠમણા થઈ ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here