હિંદુ યુવા વાહિનીના નેતાની હત્યામાં શામેલ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ

11
Saurashtra Kranti logo
saurashtra kranti logo

અત્યાર સુધી કુલ ૧૨ આરોપીની પોલીસે ધરપકડ કરી

સુરતમાં આતંક મચાવી રહેલી ટામેટા ગેંગ સામે સુરત પોલીસે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ ૨૦૧૫ એટલે કે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. અને એક પછી એક એમ અત્યાર સુધી કુલ ૧૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ ગુનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે યુસુફખાન ઇશરતખાન પઠાણની હત્યાના કેસમાં લખનૌ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. જયારે અન્ય આરોપી મોહમંદ શોએબ ઉર્ફે શોએબ સીટી મનીયાર લીંબાયત પોલીસ મથકમાં હત્યાનાં કેસમાં લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી બંનેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કરતા ૭ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

આરોપી યુસુફ ખાન પઠાણે ટામેટા ગેંગના સાગરીતો સાથે મળી વ્યક્તિગત રીતે તથા સંયુક્ત રીતે ઉતરપ્રદેશ નાકા હીંડોળા પોલીસ સ્ટેશન હિંદુ વાહિનીના નેતા કમલેશ તિવારીના મર્ડરના ગુના સહીત અપહરણ, ખંડણી, ખૂન, ધમકીઓ, ઘરફોડ ચોરી, લુટ તેમજ આમ્સ એક્ટ જેવા ૯ ગુનાઓ આચરેલા છે. જ્યારે આરોપી શોએલે ૬ ગંભીર ગુનાઓ આચરેલ અચે. તેમજ નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે છોટુ સીદીકી ઈશ્તિયાક અહેમદ સીદીકી તથા શાહરૂખ ઉર્ફે ઉમર અસ્લમ શાહનાઓએ મોહસીન કાલીયાનું લીંબાયત વિસ્તારમાં મર્ડર કર્યું હતું.
આ કેસમાં ઇમરાન ઉર્ફે છોટુ સીદીકી અને શાહરૂખ ઉર્ફે ઉમર અસ્લમ હજુ પણ પોલીસની પકડમાં આવ્યા નથી. જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધી ૧૨ આરોપીની ધરપકડ કરી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.