હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ…

હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ...
હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ...


અમદાવાદની નીચલી કોર્ટમાં પણ સતર્કતા માટે સૂચનો જારી કર્યાં

અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં તકેદૃારી રાખવા માટે કેટલાંક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે.

જેમાં પક્ષકારોને અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં ન આવવાનું કહેવામાં આવ્યું છે. એની સાથે સાથે પક્ષકારો અને વકીલોને કેસને લગતા દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા માટે વિનંતિ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મામલે અમદાવાદ બાર એસોસિએશન તથા સ્મોલ કોર્ટ બાર એસોસિએશન તરફથી વકીલોને વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતગાર કરવામાં આવ્યા છે. શહેરમાં 24 કલાકમાં કોરોનાના કેસ બમણા થઈ રહૃાા છે તેમજ માઈક્રો ક્ધટેઇન્મેન્ટ ઝોનમાં પણ કૂદકે ને ભૂસકે વધારો થઈ રહૃાો છે.

કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર પણ વધી રહી છે. એ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી 20 જાન્યુઆરી સુધી બંને પક્ષકારો અને વકીલની સંમતિથી જ કેસ ચલાવવા, કોઈ વકીલોની ગેરહાજરીમાં કેસ ન ચલાવવા અને એકતરફી આદૃેશો ન કરાવવા માટે સૂચના અપાઈ છે.

આ ઉપરાંત સાક્ષીને કોર્ટમાં બોલાવવા આગ્રહ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં અને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતાં ગુજરાત હાઇકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.

આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દૃેવાયા છે. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહૃાો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે અમદૃાવાદૃની નીચલી કોર્ટમાં પણ સતર્કતા માટે સૂચનો જારી કર્યાં છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, મહામારીને કારણે આ પહેલા 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here