વિશ્વ હિન્દુ પરિષદએ કાર્યવાહીની માંગ કરી
અમદાવાદના નારોલ વિસ્તારમાં હાઇ-વે પર આજે વહેલી સવારે કતલ કરેલા પશુના ટુકડા મળતા ચકચાર મચી જવા પામી છે. પશુની કતલ કરી અને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી લઈ જતાં પડી ગયું હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પશુઓના કતલ કરેલા ટુકડા મળી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઘટનાને પગલે પોલીસ પણ ત્યાં પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે નારોલ હાઇવે પર હનુમાન મંદિર પાછળ રોડ પર પશુનું કતલ કરેલું માથું અને શરીરના ટુકડા જોવા મળ્યા હતા. પશુઓના રોડ ઉપર પડેલા જોઈ અને સ્થાનિક લોકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના લોકો ભેગા થઇ ગયા હતા.
પૂર્વ કાઉન્સિલર અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા દક્ષેશ મહેતા પહોંચી ગયા હતા. દક્ષેશ મહેતાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ જેમાં ઇસનપુર વિસ્તારમાં પશુના ટુકડા મળ્યા હતા. તેમ આજે સવારે નારોલ હાઇવે પર હનુમાન મંદિર પાછળ પશુના ટુકડા મળ્યા છે. શા માટે અવારનવાર આવા માથાના જ ભાગો રોડ પર મળી આવે છે શું કોઈ ઉશ્કેરવાના પ્રયત્ન થઈ રહ્યા છે?
આ રીતે અવારનવાર પશુના ટુકડા મળતા હોવાના પગલે પોલીસ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે. ઘટનાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હાલ આ સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ લઈ અને તપાસ શરૂ કરી છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે આ રીતે પશુઓનું કતલ કરી અને રાત્રે કે વહેલી સવારે હેરાફેરી થતી હોય છે પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી જેના કારણે આવી ઘટના ઘટતી હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here