હાઇકોર્ટે : સરકાર કોરોના દર્દીના આંકડાઓ આપે તે ખોટા છે

હાઇકોર્ટે
હાઇકોર્ટે

હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી

રાજ્યમાં રેમડેસિવિરની અછત, ઓક્સિજનનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે

15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા ત્યારબાદ કોઈ ઘટાડો જોવાયો નથી: કોર્ટ

બીજાં રાજ્યની સરખામણી ન કરો, ગુજરાતની વાત કરો: ચીફ જસ્ટિસ

કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ઉધડી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઇકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે, જેમા ફરી રેમડેસિવિર ઈન્જેક્શનના મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી રહી છે.

Subscribe Saurashtra Kranti here

હાઇકોર્ટે જણાવ્યું હતું કે કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે આ પણ બીજું કારણ ઉપરાંત જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને એડમિટ કરવામાં આવતા નથી, આ સાચું છે? ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો. તમારી ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો. દરેક તાલુકામાં અને જિલ્લામાં છઝઙઈછ ટેસ્ટ સુવિધા છે? અમેં આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો.

તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે દરેક ન્યૂઝ પેપરમાં બેડ, ઓક્સિજન મળતા નથી એનો ઉલ્લેખ છે 15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા ત્યારબાદ કોઈ ઘટાડો જોવાયો નથી. રાજ્યસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે તમે જે રેમદેસીવીર ની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી. ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?

હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી હતી કે રાજય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડિસિવરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતીથી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.કોરોના સંદર્ભે અમદાવાદમાં ગઈકાલે ડ્રાઈવ થ્રુ 2000 RTPCR ટેસ્ટ કરાયા અને સાજ સુધીમા તમામને પરિણામ પણ આપી દેવાયા છે.

ગુજરાત સરકારે તમામ લેબોરેટરીઓને વિનંતી કરી છે કે પોતાના સ્ટાફમાં વધારો કરે અને પરિણામો 24 કલાકમા જલ્દીથી જલ્દી આપે લેબોરેટરીઓએ પણ અમને ખાતરી આપી છે તેઓ દરરોજ 8 થી 12 હજાર ટેસ્ટ કરે છે.

જિલ્લાની સરકારી હોસ્પિટલો પર સૌથી વધુ કેસોનું ભારણ છે. રાજકોટ, મોરબી જેવા સ્થળોએ પણ નવી વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે.રાજ્યમાં 1100 મે.ટન જેટલું ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલોમાં 50 મે.ટનનો જરૂર હતી આજે 730 મે.ટન ઓક્સિજનની આવશ્યકતા છે.

આજે ગુજરાતમાં ઉત્પાદિત થતા ઓક્સિજનનનો સંપૂર્ણ જથ્થો મેડીકલ ના ઉપયોગ માટે વકરવાનો સરકારે નિર્ણય કર્યો છે.સાથે જ રેમડેસિવિર ઈન્જેકશન માત્ર ને માત્ર મેડીકલ ઓબ્ઝર્વેશન હેઠળ આપવાના છે. રેમડીસિવર ઈન્જેકશન હોસ્પિટલમાં જ વાપરી શકાય એવુ દરેક કંપનીઓએ પોતાના ઈન્જેકશનના પેકીંગ પર લખેલુ છે.

Read About Weather here

એક તબક્કે સરકારી વકીલે બીજાં રાજ્યોની વધુ વણસેલી સ્થિતિ સાથે ગુજરાતની સરખામણી કરતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને ત્યાં જ અટકાવી દીધા હતા. તેમણે ટકોર કરી હતી કે નસ્ત્રબીજા કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?

આજે પણ સામાન્ય માણસને છઝ-ઙઈછ ટેસ્ટના રિઝલ્ટ માટે 4-5 દિવસ થઈ જાય છે.જ્યારે ટઈંઙ કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? ઝાયડસની બહાર લાંબી લાઈન હતી તો કેમ, કોઈ એક એજન્સી પાસે જ બધો ક્ધટ્રોલ છે?

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here