કોરોના મહામારીને પરિણામે કરાયેલા શૈક્ષણિક ફેરફાર હવે પૂર્ણ !!
મહામારીને પરિણામે 30 ટકા એમસીક્યૂ કરાયા પરંતુ હવે 20 ટકા એમસીકયૂ પ્રશ્ર્નો પૂંછાશે
રાજયભરમાં શૈક્ષણિક વર્ષ શરૂઆત થઈ ચૂકી છે. નવા વર્ષની શરૂઆત થતાં નિયમોમાં પણ ઘણાખરા અંશે ફેરફારો જોવા મળેલ છે. કોરોના મહામારીને પરિણામે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિયમોમાં કેટલાક અંશે ફેરફારો કરાયા હતા. ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિ હળવી કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 30 ટકા એમસીક્યૂ અને 70 ટકા જેટલા વર્ણનાત્મક પ્રશ્ર્નોતરીના ગુણ હતા. પરંતુ હવે કોરોનાની સ્થિતિ હળવી થતાની સાથે જ જૂની વર્ષ-2019-20 માં ચાલતી પરીક્ષાશૈલી મુજબ 20 ટકા એમસીકયૂ અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્ર્નોતરી મુજબ કરવામાં આવી છે. તેમજ જનરલ ઓપ્શન પણ હવે નહીં પૂછાય.
કોરોના મહામારીને પરિણામે ધો.9 થી 11ના વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી માસ પ્રમોશન આપવામાં આવ્યું તેમજ ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓને પણ ગત વર્ષે માસ પ્રમોશનથી ઉતીર્ણ કરાયા હતા. પરંતુ ચાલુ વર્ષે ધો.9 થી 12 ની વાર્ષિક પરીક્ષા યોજવામાં આવી હતી; તેમાં પણ કોઇ કરાણોસર ફિઝિકલ શિક્ષણકાર્ય પૂર્ણ ન થતા અભ્યાસક્રમમાં ઘટાડાની માંગ ઉઠી હતી.
Read About Weather here
હાલ સ્થિતિ હળવી થતાં વર્ષ 2019-20 માં નવી પરીક્ષા પધ્ધતિ અમલમાં આવી હતી. જેમાં 20 ટકા એમસીક્યૂ અને 80 ટકા વર્ણાત્મક પ્રશ્ર્નોતરીની જોગવાઇ કરાઇ.
હાલ બોર્ડ દ્વારા પરિપત્ર કરાયો છે કે, ધો.9 થી 12 માં વર્ષ 2019-20 માટે તૈયાર કરાયેલ પ્રશ્ર્નપત્ર પ્રમાણે જ ગુણભાર અને નમૂનાના પ્રશ્ર્નપત્રો વર્ષ 2022-23ની પરીક્ષાઓમાં લાગુ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here