હરીફોને રાજકીય આસન કરાવનારાએ જયારે ખુદ યોગાસન કર્યા

6

ગાંધીનગરમાં ખાસ શિબિરમાં મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રીઓ તથા હોદ્દેદારો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી એક ખાસ યોગ શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, એમના કેબીનેટ સાથીઓ તેમજ ભાજપના હોદ્દેદારોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. મુખ્યમંત્રી રૂપાણી સહિતના તમામે માર્ગદર્શન મુજબ કુશળતા પૂર્વક અલગ અલગ પ્રકારના યોગા આસન કર્યા હતા અને સૌને પ્રભાવિત કર્યા હતા.

ગુજરાત યોગ બોર્ડના ચેરમેનએ ખુદ યોગાભ્યાસ કરાયો હતો અને મુખ્ય મંત્રી તથા કેબીનેટને આસનો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભલભલા રાજકીય હરીફોને રાજ્યકીય આસનો કરવી દેનાર મુખ્યમંત્રી અને કેબીનેટને યોગાસન કરતા જોઈને રાજકીય જાણકારો એવું કહેવા લાગ્યા હતા કે આસનો કરવા ને કરાવવામાં તો ભાજપ અને તેના નેતાઓ પૂરેપુરા માહિર છે. કોંગ્રેસને કેવું ચત્તો પાટ આસન કરાવ્યુ છે એ તમામ જનતા જાણે છે.