હદ કરી કોરોના : સુરતમાં 14 દિ’ ના બાળકનો ભોગ લીધો, રાજકોટમાં વધુ 55ના મોત

કોરોના
કોરોના

અદાવાદમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતો શખ્સ ઝડપાયો, હોસ્પિટલોમાં હવે જગ્યા નથી, એમ્બ્યુલન્સોમાં સુવડાવી રખાતા દર્દીઓ, સ્મશાનોમાં મૃતદેહો માટે અંતિમ સંસ્કારમાં કલાકોની ઇન્તેજારી

ગુજરાતમાં દિવસે-દિવસે વધતા જતા નવા કોરોનાના કેસ, નવા 6690 કેસ, વધુ 69 દર્દીઓ મોતને ભેટયા, છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં 143ના મોત, રાજયનો કુલ મૃત્યુઆંક 4921

રાજયભરમાં ઠેર-ઠેર વેદના અને પીડાના કરૂણતાસભર દ્રશ્યો, તહેવારોની મજાને પણ બે્રક, વધુ કેટલાક ગામડાઓ સ્વૈચ્છાએ લોકડાઉન, જામનગરમાં 3 દિવસ બંધ જાહેર કરતા વેપારીઓ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કોરોનાએ લોકોને જબરા અસ્ત વ્યત કરી નાખ્યા છે અને રોજે રોજ કોરોના પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુ આંકમાં પણ ચિંતા જનક હદે વધારો જોવા મળી રહયો છે.

જન જીવન ત્રાહીમામ પોકારી ગયું છે. પરીણામે ગામડાઓ અને શહેરોમાં વેપારીઓ સંયભુ લોકડાઉન જાહેર કરી રહયા છે. જામનગરમાં કોરોનાની સંક્રમણની ચેઇન તોડવા માટે વેપારીઓ અને ઉદ્યોગ કારોએ તા.16 થી18 સુધી ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યુ છે. એ માટે ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય આગેવાનોએ બંધ પાડવા માટે તમામ વેપારીઓને જાહેર અપીલ કરી છે.

એ જ રીતે રાજકોટમાં કોરોના વધુને વધુ કાતીલ બની રહયો હોવાથી 700 ટ્રાન્ફોટ ઓફીસ શુક્ર, શનિ અને રવિવારે સંયભુ બંધ રહેશે. ત્રણ દિવસ સુધી બુકિગ અને ડિલીવરી બંધ રાખવામાં આવશે.

રાજકોટમાં કોરોનાએ બેકાબુ રફતાર ચાલુ રાખીને વધુ 55 દર્દીઓના ભોગ લઇ લેતા બે દિવસમાં 111 કોરોના દર્દીઓ મોતને શરણ થઇ ગયા છે. છેલ્લા 4 દિવસમાં જ કોવીડએ 201 માનવ જીદગીને છીનવી લીધી છે. તેમ સરકારી ચોપડે નોંધાયેલા આંકડા જણાવે છે. રાજકોટ બસ પોર્ટમાં કોવીડ ફરી વળ્યો છે. ડેપો મેનેજર સંક્રમીત થયા છે અને 96 મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાહેર થયું છે.

સુરત અને અમદાવાદની સ્થિતિ કાબુ બહાર જઇ રહી હોય એવું દેખાય છે. સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થઇ રહયો છે. સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધીને 1320 પર પહોંચી ગઇ છે. હવે વેન્ટીલેટરની પણ તંગી સર્જાય રહી છે. મહાનગરમાં ઉપલબ્ધ તમામ વેન્ટીલેટર પુરા થઇ ગયા છે.

નવા દર્દીઓ માટે હવે એક પણ વેન્ટીલેટર બચ્યું નથી. અત્યાર સુધીની સૌથી વધુ કરૂણ કહી શકાય તેવી ઘટનામાં સુરતમાં આજે કોરોનાએ 14 દિવસના એક શીશુનો ભોગ લઇ લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. એપ્રીલના 13 દિવસમાં જ ગુજરાતમાં કોવીડથી થયેલા મૃત્યુનો આંક 368 જેવો થઇ ગયો છે.

અમદાવાદમાં હવે ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પસાર થતા વાહન ચાલકો વાહનની નીચે ઉતરયા વિના આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકશે. આ વ્યકિત દીઠ ચાર્જ રૂ.800 નક્કી કરવામાં આવ્યો છે.

જીએમડીસી મેદાનમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને પાંચ કલેકશન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં થી પસાર થતા વાહનોના ચાલકો અને મુસાફરનું પણ ટેસ્ટીંગ કરવામાં આવશે. દરમ્યાન અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરી રહેલો એક ગઢીયો એરપોર્ટ પાસેથી પકડાઇ ગયો હતો. રૂ.1.89 લાખના 35 ઇન્જેકશનના જથ્થા સાથે જસ્ટીન પરેરા નામના શખ્સને ક્રાઇમ બ્રાંચની ટુકડીએ દબોચી લીધો હતો.

Read About Weather here

ઇન્જેકશન કયાંથી લાવ્યો અને કેટલાકમાં વેંચી નાખ્યા તેની ઉંડી તપાસ પોલીસે હાથ ધરી છે. ગુજરાતમાં મંગળવારે એક દિવસમાં 6690 કેસ નોંધાયા હતા અને 67 કોરોના દર્દીઓ મૃત્યુને ભેટયા હતા. આ રીતે મૃત્યુ દરની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ચોથા સ્થાને પહોંચી જતા સ્થિતિ ગંભીર બની ગઇ છે. કેવડીયા કોલોની અને રાજપીપડામાં ત્રણ દિવસ સુધી વેપારીઓ સ્વેચ્છીક લોકડાઉન જાહેર કર્યુ છે.

જૂનાગઢ પાસેના અમરાપર ગામમાં કોરોનાથી પીતા, પુત્રનું મૃત્યુ થઇ જતા ગામમાં બંધ જાહેર કરવામાં આવ્યું છે. ડાકોરમાં આવેલું વિખ્યાત રણછોડ રાયજી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. દરમ્યાન યુપીની સરકારે પણ ગુજરાત પાસેથી રેમડેસિવિર ઇન્જેકશન મંગાવ્યા છે. અમદાવાદથી 25 હજાર ઇન્જેકશનનો જથ્થો યુપી મોકલવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here