સ્મશાનમાં ચિતાની ગ્રીલ ઠારવા માટે મંગાવવા પડે છે પાણીના ટેન્કર !

સરકારી ચોપડે માત્ર 109ના મોત
સરકારી ચોપડે માત્ર 109ના મોત

પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. સ્મશાનનો ૨૪ કલાક શરૂ રાખવામાં આવે છે

રિપોર્ટ અનુસાર અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં એક ચિતા પર આઠ જેટલા શબોને મૂકીને અગ્નિદાહ આપવામાં આવે છે,

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહૃાો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. રાજ્યમાં ૧ મેના રોજ ૧૩૮૪૭ જેટલા નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા અને ૧૦,૫૮૨ દર્દીઓ અને સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૭૩.૭૮ ટકા છે. હાલ રાજ્યમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે. ૬૩૯ લોકો સારવાર લઇ રહૃાા છે અને અત્યાર સુધીમાં ૭,૩૫૫ લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

Subscribe Saurashtra Kranti here

રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસો હાલ અમદાવાદમાં છે, ત્યારબાદ સુરત, ત્યારબાદ રાજકોટ અને ચોથા નંબરે વડોદરા છે. હાલ ચાર મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. સ્મશાનનો ૨૪ કલાક શરૂ રાખવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા હાટકેશ્વર વિસ્તારના સમશાન ગૃહમાં ચિંતાઓ પર મૂકવામાં આવેલી લોખંડની એંગલો ખૂબ જ ગરમ થઈ જાય છે અને આ જ કારણે સબ મુકતા સમયે પણ લોકો દાઝી જાય છે. તેથી આ લોખંડની એંગલોને ઠારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે અને પાણીના ટેક્ધરની મદદથી લોખંડની એંગલને ઠારવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના હાટકેશ્વર સમશાનમાં એક ચિતા પર આઠ જેટલા શબોને મૂકીને અગ્નિદાહ આપવામાં આવે છે અને આ જ કારણે લોખંડની એંગલ ખૂબ જ ગરમ થઈ જાય છે. તો બીજી તરફ જે લોકોના કોરોનાના કારણે મોત થાય છે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર CNG ભઠ્ઠીમાં કરવામાં આવે છે.

Read About Weather here

અંતિમ સંસ્કાર ૨૪ કલાક કરવામાં આવતા હોવાના કારણે ભઠ્ઠી અને લોખંડની ગ્રીલ ગરમ થઈ જાય છે અને આ જ કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્મશાનગૃહ પર પાણીના ટેન્કરો મોકલવામાં આવે છે. સ્મશાનની જે ભઠ્ઠીઓમાં રહેલી લોખંડની એંગલ ગરમ થઈ જાય છે તેને પાણીની મદદથી ઠંડી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક સ્મશાનગૃહમાં તો ચીમની ઓ પણ પીગળી રહી હોવાના કિસ્સાઓ સામે આવે છે. થોડા દિવસો પહેલા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ખાતે એક લોખંડની ચીમની ગરમ થવાના કારણે નમી ગઈ હતી. આ સ્મશાન ગૃહની અંદર ૨૪ કલાક અગ્નિસંસ્કાર કરવામાં આવતા હોવાના કારણે હવે લોખંડની ચીમનીઓ પણ નબળી પડી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here