સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂ.૫ કરોડ ઉચાપત કેસમાં ૧ આરોપીના જામીન નામંજૂર

59

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવેશ ફી તેમજ પાર્કિંગ સહિતની ૧૬ મહિનાની રકમ બેંકમાં જમા નહિ કરી રૂપિયા ૫.૨૪ કરોડની ઉચાપતમાં વડોદૃરાની રાઈટર બિઝનેસ સર્વીસીંગ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ બેંક મેનેજરે કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


જે બાદ નર્મદા એલસીબી અને કેવડિયા પોલીસે સંયુક્ત રીતે આ કેસમાં ૪ લોકોની ધરપકડ કરી હતી. કેવડિયા પોલીસે ભાવેશ પરમારની જ્યારે નર્મદા એલસીબી એ નિમેષ પંડ્યા, જયરાજ સોલંકી તથા આશિષ જોશીની ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરતા કેવડિયા ડીવાયએસપી વાણી દૃૂધાતે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓને અમે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.તમામ આરોપીઓના રિમાન્ડ પણ પુરા થઈ ગયા છે.

હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ ઉચાપાતમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં એ બાબતે તપાસ ચાલી રહી છે, માનવા યોગ્ય પુરાવાઓ મળશે પછી શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવશે. આ તમામની વચ્ચે આ ઉચાપાતના એક આરોપી ભાવેશ પરમારની જામીન અરજી સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર રજૂઆતોને અંતે રાજપીપળા કોર્ટના સેસન્સ જજ એન.પી.ચૌધરીએ રદ્દ કરી છે. આ જામીન અરજી રદ કરવા પાછળનું કારણ કોર્ટે આપતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્ર્વની આંઠમી અજાયબી છે.આ પ્રોજેકટના નાણાં જાહેર જનતાના કહી શકાય, જેથી એ નાણાંની ઉચાપાત ગંભીર ગુનો ગુનો છે.