સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શોના સમયમાં ફેરફાર કરાયો

27

લેસર શો ૭.૩૦ કલાકથી શરુ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણોને કારણે કેવડિયા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે અહીં આવનારા લોકો જંગલ સફારીની મુલાકાત લેવાનું જરાય ચૂકતા નથી. કુદરતના સાનિધ્યમાં નવા નવા જંગલી પ્રાણીઓને જોઈ લોકોનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. પ્રવાસીઓનો આ ઉત્સાહ જળવાઈ રહે તે માટે જંગલ સફારીમાં કેટલાક સમય પહેલા જ બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસ લાવવામાં આવ્યા છે.
બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર-શો (પ્રોજેક્શન મેિંપગ શો )ના સમયમાં ફેરફાર કરાયો હોવાની માહિતી મળી રહી છે. ઉનાળો શરૂ થતાં પ્રવાસીઓના ઘસારાના કારણે ૧૦ માર્ચથી સાંજનાં ૦૭.૦૦ કલાકનાં બદલે ૦૭.૩૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેિંપગ શો) શરૂ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર-શો (પ્રોજેક્શન મેપીંગ શો) પ્રવાસીઓ માટે અત્રેનાં મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાન્ય રીતે સાંજનાં ૦૭.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેના કારણે દિન-પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે. તાત્કાલિક અસરથી મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી આજ રોજ ૧૦ માર્ચ પછી માર્ચથી સાંજનાં ૦૭.૦૦ કલાકનાં બદલે ૦૭.૩૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેિંપગ શો) શરૂ કરવામાં આવશે.

Previous articleભાવનગરમાં રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતા ૬ ડમ્પર જપ્ત
Next articleપિતાએ કોલ્ડ્રીકસ પૈસા ન આપતા ૧૧ વર્ષના બાળકનો આપઘાત