ઓક્ટોબર મહિનામાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થયા પછી ગુજરાતમાં નવેમ્બર મહિનામાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે. તેમજ દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. દિવાળીના તહેવારોમાં હજુ પણ કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વિભાગના બે અધિકારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.
જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા અને એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ જ કોરોનાથી સંક્રમિત થયા છે. દિવાળી પહેલા જ પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા પોલીસ બેડામાં ચિંતાની લાગણી ફેલાઇ છે.