સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસો.ના ચેરમેન તરીકે ઉકાભાઇ પટેલની વરણી

48

ગોંડલમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની નવનિયુક્ત કારોબારીની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે ઉકાભાઈ પટેલની પસંદગી કરવામાં આવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઓઈલ મિલરોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ઉકાભાઈ પટેલની વરણી થતાં ઓઈલ મિલરોના પ્રશ્ર્નોના ઉચ્ચ લેવલ સુધી પડઘા પડશે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનની કારોબારી અને પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. કારોબારી બિનહરીફ થઇ અને સંસ્થાના પ્રમુખ તરીકે કિશોરભાઇ વિરડીયાની પસંદગી કરવામાં આવી હતી. તે પછી ગોંડલ ખાતે કારોબારીની પહેલી બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થાના ચેરમેન તરીકે ઉકાભાઇ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. તેમની પસંદગી થતાં જ કારોબારીના તમામ સભ્યોએ તેમને અભિનંદન આપી સંસ્થા હવે પુન: ધમધમતી થશે તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો.