સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બેકાબુ આગે કુચ

8

રાજકોટ આવેલા ભુતાન અને નેપાળના આઠ વિદ્યાર્થીઓને કોરોના: શહેરાના શિક્ષક દંપતીને કોરોના, આણંદનું સારસા ગામ લોકડાઉન

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની ફરીથી શરુ થયેલી આગે કુચ અવિરત ચાલુ રહી છે અને રોજે રોજ નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ થયા છે અને ગુજરાતમમા 1 દિવસમાં 581 નવા કોરોના કેસો નોંધાયા છે. જયારે 2 મૃત્યુ થયાનું નોંધાયું છે. રાજકોટ મારવાડી યુનીવર્સીટીમાં પરીક્ષા દેવા આવેલા નેપાળ અને ભૂતાનના 8 વિદ્યાર્થીઓ કોરોના ગ્રસ્ત બની જતા હલચલ મચી ગઈ છે.

રાજકોટમાં આવેલા વિદ્યાર્થીઓને કોરોના જણાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે અન્ય વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ જરૂરી બન્યું છે. સૌરાષ્ટ્રમાં આજે 1 દિવસમાં નોધાયેલા કેસોમાં રાજકોટમાં 58, મોરબી 12, અમરેલી 5, જામનગર 17 , જુનાગઢ 5, ભાવનગર 9 અને કચ્છ ના 9 કેસોનો સમાવેશ થાય છે.
આજે સૌથી વધુ સુરતમાં 147, અમદાવાદમાં 126 અને વડોદરામાં નવા 93 કેસો નોંધાયા છે. પંચમહાલના શહેરા ગામના એક શિક્ષક દંપતીને કોરોના લાગુ પડ્યો છે. એમને હોમકોરેન્ટાઈન કરી દેવાયા છે. જયારે આણંદના સારસા ગામમાં લોકોએ સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું છે.