સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતા

6

રાજ્યભરમાં સવારે પોષ અને બપોરે ચૈત્ર હવામાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાતવરણમાં છેલ્લા 2 દિવસથી એકાએક પલટો આવ્યો છે અને આગામી 3 દિવસમાં માવઠું થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. 12 માર્ચ પછી સૌરષ્ટ્રમાં ક્મૌસમી વરસાદ થઇ શકે છે.

દરમ્યાન રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના શહેરો અને ગામો માં સવારે પોષ મહિના જેવું અને બપોરે ચૈત્ર જેવું વાતાવરણ રહે છે. આજે દિવસ દરમ્યાન આકાશમાં ભારે વાદળો છવાઈ ગયા હતા. ગાઢ ધુમસ્સ પણ છવાયું હતું તેનાં કારણે ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન ખાતા ના જણાવ્યા મુજબ અગામી દિવસોમાં ગરમી તેનો ઉગ્ર મિજાજ બતાવવાનું શરુ કરી શકે છે. 4 દિવસ બાદ તાપમાન વધતું જવાની શકયતા અને તાપમાનનો પારો વધીને 35 ડીગ્રી પહોચવાની સંભાવના છે.