સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી, ધોરાજી નજીક ટ્રક પલ્ટી મારી ગયો

10

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે વહેલી સવારે પલ્ટો જોવા મળ્યો હતો. ઠંડા પવન સાથે ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ગાઢ ધુ્મ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ફરજીયાત હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ધોરાજી નજીક એક ટ્રક પલ્ટી મારી ગયો હતો.

ગોંડલમાં આજે સવારે 100 ફૂટ દૂર પણ કંઇ વસ્તુ ન દેખાય તેટલો ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. આથી વાહનોની ગતિ ધીમી પડી હતી. વાહનચાલકો હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવી રહ્યાં હતા. તેમજ ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ ભીંજાયા હતા. ધોરાજી નજીક નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે ટ્રક પલ્ટી મારી ગયો. ધોરાજી નજીક નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. આથી ટ્રક પલ્ટી મારી ગયો હતો અને રોડની સાઇડમાં ઉંધો પડ્યો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ઘટનાના પગલે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દોડી આવી હતી. ગાઢ ધુમ્મસને કારણે જીરાના તૈયાર પાક પર નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. હાલ શિયાળુ પાક જીરૂ પાકવા ઉપર છે અને ખેડૂતો જીરાના પાકની લલણી કરી રહ્યાં છે ત્યારે ગાઢ ધુમ્મસને કારણે તેને નુકસાન પહોંચી શકે છે.

Previous articleરાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત, મુસાફરોના મોઢા મીઠા કરાવાયા
Next article8 હજારથી વધુ લોકોએ કરાવ્યું વેકિસનેશન