હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા ખરાખરીનો જંગ જામી રહૃાો છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કૉંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.
મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ૨૮ બેઠક પર ૬૩.૬૪ ટકા મતદૃાન નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ૬ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોડીનાર તાલુકા પંચાયતમાં ૬૫.૯૫ ટકા, સૂત્રાપાડામાં ૬૯.૪૬ ટકા, વેરાવળમાં ૭૧.૯૯ ટકા, તાલાલામાં ૬૩.૩૨ ટકા, ઉનામાં ૬૩.૫૭ ટકા, ગીરગઢડામાં ૬૦.૧૯ ટકા મતદાન થયું છે.
જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉનામાં ૪૯.૪ ટકા, વેરાવળ-પાટણમાં ૬૬.૨૫ ટકા, સૂત્રાપાડામાં ૭૨.૮૨ ટકા અને તાલાલામાં ૬૩.૩૭ ટકા મતદાન નોંધાયું છે. ગીર સોમનાથની ૪ નગપાલિકાની ૧૨૮ બેઠકમાં ભાજપની ૨૦ અને કોંગ્રેસની ૨ બેઠક બિનહરિફ જાહેર થઇ છે.