સોલા સિવિલમાં કોરોના વેક્સીનનાં ડ્રાય રનમાં મહિલા કર્મીની તબિયત લથડતા દોડધામ

38

દૃેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શુક્રવારે વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાયું હતું. વીડિયો કોન્ફરન્સથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન સાથે કોવિડ-૧૯ સામેની વેક્સીન માટે પૂર્વાભ્યાસ સંદર્ભે સમિક્ષા કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતમાં ૨૪૮ તાલુકાઓમાં તાલુકા દિઠ ત્રણ વેક્સીનેશન સાઈટ ઉપર ડ્રાયરનનું આયોજન કર્યાનું જણાવ્યુ હતુ. ત્યાં જ શહેરના ૨૬ ઝોનમાં વેક્સીનેશન થઇ રહૃાું છે. આજે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટયૂટમાં કોરોના રસી માટે ડ્રાય રન યોજાયો હતો.

જેમાથી ડ્રાય રનમાં એક આરોગ્યકર્મીની તબિયત લથડી હતી. અમદાવાદ સિવિલમાં ચાલુ ડ્રાય રને આ ઘટના બની હતી. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દૃોડધામ મચી ગઇ હતી. જેથી આરોગ્યકર્મીને તાત્કાલિક કૃત્રિમ શ્ર્વાસની ફરજ પડી હતી. અમદાવાદના અસારવામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ચાલુ ડ્રાયરન દરમિયાન મહિલા આરોગ્ય કર્મચારીની તબિયત લથડી હતી. ડ્રાયરનની પ્રક્રિયા બાદ આરોગ્ય કર્મચારીને ચક્કર આવવાની સમસ્યા ઉદભવી હતી. જેથી ડોક્ટરોની ટીમે તાત્કાલિક મહિલાની સારવાર શરૂ કરી દૃીધી હતી.

ચક્કર આવતા આરોગ્ય કર્મચારીને કૃત્રિમ શ્ર્વાસ આપવાની ફરજ પડી હતી. મહિલા આરોગ્યકર્મીને ડ્રાયરનના ડોઝ બાદ ૧૫ મિનિટએ અસર વર્તાઈ હતી. જોકે ડોક્ટરોની યોગ્ય સારવાર બાદ હાલમાં આ આરોગ્ય કર્મચારી મહિલાની તબિયત સ્થિર છે. જણાવી દઇએ કે, છસ્ઝ્રના હેલ્થ ખાતા દ્વારા આજે અમદાવાદ શહેરના ૨૦ વેક્સિન સેન્ટરો ઉપર કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાયો હતો.