સુરેન્દ્રનગરના લીંબડીમાં મતગણતરી કેન્દ્રની બહાર બે જૂથ વચ્ચે મારામારી

15

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી મૉડલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ૧ વૉર્ડ નંબર છના પરિણામ જાહેર થવા મુદ્દે મારામારી થતાં બે કારને નુકસાન પહોંચ્યું હતું. દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં ભાજપના ઉમેદવારને ઈજા થઈ હોવાનું કહેવાઈ રહૃાું છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ. ડીવાય.એસ.પી. તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે છે.