સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે હત્યાની ઘટનાથી ચકચાર મચી

38

રિસામણે બેસેલ પત્નીને લેવા આવેલ જમાઇએ છરી લઇ આખા પરિવાર પર તૂટી પડતા સાળીનું મોત

સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. થાનગઝના સરોડી ગામે કૌટુંબિક ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે જ્યાં રિસામણે બેઠેલી પત્નીને લેવા ગયેલા પતિએ બે હાથમાં છરી લઇ સાસરીપક્ષના લોકો પર તૂટી પડ્યો ગતો. અને આખા ઘર ઘુસી લોકોને છરીના ઘા માર્યા હતા. જેમા સાળીનું મોત નિપજ્યું હતું. સાળીની હત્યા કરનાર આરોપી બનેવીનું નામ હિતેષ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામે જમાઈ રિસામણે બેસેલી પત્નીને લેવા આવ્યો હતો આ દરમિયાન કેટલાક શખ્શો પણ તેની સાથે હતા. પરંતુ કૌટુંબિક લોકોમાં કોઇ વાતને લઇ ઝઘડો થયો હતો અને તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમા આરોપી જમાઇ પર જાણે ભૂત સાવર હોય તેમ આખા પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સોનલબેન દામજીભાઈ ચાવડાનું મૃત્યું થયું હતું. આ હુમલામાં અન્ય ચાલ લોકોને ઇજા પહોંચતા થાનગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યાં જ આ ઘટનાથી આખા ગામમાં સનસનાટી મચી ગઇ હતી. કૌટુંબિક ઝઘડાનું આવું ઉગ્ર સ્વરૂપ આ ગામમાં પ્રથમવાર જોવા મળ્યું હતું.

ત્યારે ગામ લોકોએ તાત્કાલિક પોલીસને આ વિશે જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. અને આરોપીને ઝડપવામાં થાનગઢ પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હતી. હત્યારો જમાઇ લોકો પર હુમલો કરી રહૃાો હતો જેથી થાનગઢ પોલીસે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ દરમિયાન આરોપીએ પીએસઆઈ ઉપર પણ હુમલો કર્યો હતો. જેમા તેઓ ઇજાગ્રસ્ત થયા હતો છતાં પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.