સુરત સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોની માંગ સાથે હડતાળ યથાવત (28)

11
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

સુરત સિવિલ હોસ્પિટલ

Subscribe Saurashtra Kranti here.

સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ છે અને પોતાની માગને લઈને વિરોધ નોંધાવી રહૃાા છે. કર્મીઓએ કહૃાું હતું કે, જ્યાં સુધી કપાત પગાર તેમજ પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. જ્યારે તંત્ર કર્મીઓને સમજાવવામાં નિષ્ફળ રહૃાું છે.

કર્મીઓની હડતાળના પગલે સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સતત ત્રીજા દિવસે હડતાળ પર રહૃાા છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાઈ કર્મચારીઓને સમજાવવામાં નિષ્ફળ રહૃાું છે. ત્યારે વિરોધ કરી રહેલા કર્મીઓના કારણે દર્દીઓ અને તેના સગાઓને હેરાન થવાનો વારો આવ્યો છે.

Read About Weather here

૧૦૮માં આવતા ગંભીર દર્દીઓને સારવાર આપવાને બદલે સલાહ આપી સ્મીમેર રીફર કરી દેવામાં આવી રહૃાા છે. ડો.એસ.એમ. પટેલ (સુપ્રિન્ટેન્ડેન્ટ)એ જણાવ્યું હતું કે, ઈમરજન્સી ન હોય તો દર્દીને દાખલ ન કરવા સૂચના આપી છે. ૧૦૮ના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને ઈમરજન્સી કેસ સ્મીમેર લઈ જવા કહૃાું છે. સ્મીમેરમાં પણ વાત કરી છે જરૂર પડશે તો ડોક્ટર અને નર્સ ત્યાં મોકલીશું.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here